Gujarat

જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં પરીક્ષાર્થીઓમાં ભારે રોષ, હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું હતું પેપર

ગાંધીનગર: રાજ્યમાં વધુ એક વખત પેપર લીકની (Paper leak) ઘટના સામે આવી છે. જુનિયર કલાર્કનું (Junior clerk) પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ (Exam cancel) કરવામાં આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ મામલે પોલીસ એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પશ્નપત્રની નકલ મળી આવી હતી. 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફર્યું હતું. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે બીજી તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારે આ મામલે ગુજરાત ATSએ 10થી 15 લોકોની અટકાયત કરી હતી, કહેવામાં આવી રહ્યું છે હૈદરાબાદના પ્રિન્ટિંગ મશીનમાંથી પેપર પ્રિન્ટ થયા બાદ પેપર લીક થયું હતું.

ગુજરાત ATSએ માસ્ટ માઈન્ડ સહિત 15 લોકોની કરી અટકાયત
મળતી માહિતી અનુસાર પેપલ લીકમાં બિહાર-ઓરિસ્સા અને ગુજરાતનું કેનેક્શન સામે આવ્યું છે. કહેવામા આવી રહ્યું છે કે પેપર હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. પોલીસે મુખ્ય સુત્રધાર જીત નાયકની હૈદરાબાદથી ધરપકડ કરી છે. પેપર લીક મામલે ગુજરાત ATSએ રાત્રે બે વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ATSએના હાથે ઝડપાયેલા આરોપી અલગ-અલગ રાજ્યોના છે ગુજરાતની વાત કરીએ તો વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે. આ સાથે જ સુરત સાથે પણ તેના તાર જોડાયા હોવાનું માલૂમ પડ્યું છે. સુરતના હજીરા વિસ્તારના મોહંતી નામના વ્યક્તિની સંડોવણી સામે આવી છે.

ઉમેદવારોએ બસ સ્ટેન્ડ પર જ વિરોધ પ્રદર્શન કર્યા
પેપર લીકને લઈને ગુજરાતમાં હોબાળો શરૂ થયો છે. ગોધરા, જામનગર સહિત અનેક શહેરોમાં ઉમેદવારોએ દેખાવો શરૂ કર્યા છે. ઉમેદવારો શેરીઓમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. એટલું જ નહીં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પેપર લીકની ઘટના સામે મોરચો ખોલ્યો છે. તેમણે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો છે કે ગુજરાતની લગભગ દરેક પરીક્ષામાં પેપર કેમ લીક થાય છે? કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.

ગુજરાત ATS દ્વારા અત્યાર સુધીમાં જુનીયર ક્લાર્કની પરીક્ષા લીક કેસમાં 15 આરોપીઓની અટકાયત કરી
જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે ગુજરાત ATSએ કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત ATSએ પેપર લીક કાંડમાં 15 જેટલા લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર એક પેપર વેચવાની સામે ઉમેદવાર પાસેથી ૭ લાખ લેવાના હતાં, ૧૫ માંથી 10 આરોપીઓ ગુજરાતના છે બાકીના પાંચ આરોપી ગુજરાત બહારના હોવાનું જાણવા મળ્યું છે. પેપર વડોદરામાંથી લીક થયું છે. ગુજરાત ATSએ આ મામલે કાર્યવાહી શરૂ કરી દેતા ગુજરાત બહારના રાજ્યોમાં આરોપીની શોધ કરી રહ્યા છે.

વડોદરામાંથી પેપર લીક થયું
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ગુજરાત બહાર તેલંગાણા, બિહાર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર વડોદરા ખાતે આવેલા એક ક્લાસિસમાં આ પેપર મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી પેપર કેટલાક ઉમેદવારો લેવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ગુજરાતી એટીએસે મોડી રાત્રે આ વડોદરાના ક્લાસિસ પર ઓપરેશન કર્યું હોવાની માહિતી મળી રહી છે. પોલીસ દ્વારા10થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉમેદવારો કોલ લેટર બતાવીએસટી બસમા ફ્રી ઘરે પરત જઈ શકશે
તમને જણાવી દઈએ કે રાજ્યમાં 29 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે પરીક્ષા શરૂ થવાની હતી. પરંતુ પરક્ષા થાય તે પહેલા જ પેપર લીક થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા માટે 9 લાખ 52,000 ઉમેદવારોઓ તૈયારી કરી હતી. પરંતુ હવે પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. પરીક્ષાના થોડા કલાક પહેલા જ પેપર લીકની માહિતી મળતા અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારો અટવાયા હતા. તેથી ઉમેદવારોને પોતાના ઘરે પરત જવા માટે પરીક્ષાની હોલ ટીકટ બતાવી ફ્રીમાં મુસાફરી કરી શકશે. આ સાથે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા બસ સ્ટેશન તેમજ સેન્ટરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top