Sports

એક કુલીના પુત્ર જુગરાજ સિંહે FIH પ્રો લીગમાં પોતાની પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા

ભારતમાં ક્રિકેટ ઘણું લોકપ્રિય છે પરંતુ એટલી જ લોકપ્રિયતા હવે હોકીની પણ થવા લાગી છે. વર્ષો બાદ હોકીમાં સુવર્ણ યુગ તરફ ભારત પરત ફરી રહ્યું હોવાના એંધાણ મળી રહ્યા છે. હોકીની રમતમાં ભારતે ખૂબ સારી લોકપ્રિયતા અને ખૂબ સારી સફળતા મેળવી છે આ સફળતા મેળવવામાં જો સૌથી મહત્વનો ફાળો હોય તો તે યુવા ખેલાડીઓના છે. યુવા ખેલાડીઓ હોકી પ્રત્યે સમર્પિત થઈ એટલો સુંદર દેખાવ કરવા માંડ્યો છે કે હવે ભારત ભૂતકાળની લોકપ્રિયતા પરત મેળવે તો કોઇ આશ્ચર્યની વાત નથી એમાનો એક ખેલાડી તરીકે જુગરાજ સિંહ એક ઉદાહરણ લઈ શકાય એવી પ્રતીભા છે. તાજેતરમાં યંગ પ્લેયર ઓફ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જુગરાજસિંહ મેદાન મારી ગયો હતો અને તેને યંગ પ્લેયર ઓફ ઇન્ડિયા જાહેર કરવામાં આવ્યો હતો. તમે કલ્પના કરો કે આ જુગરાજ એક એવો ખેલાડી છે કે જે હાલ 25 વર્ષની વયનો છે પરંતુ તેને જે સંઘર્ષ કર્યો છે તેઓ સંઘર્ષ કદાચ કોઈ બીજાએ કર્યો નહી હોય.

જુગરાજ સિંહ પાકિસ્તાનની સરહદ નજીક અટારી ગામનો રહેવાસી છે તેનો ભાઈ હોકીનો ખેલાડી હતો અને તેના કારણે હોકી રમવાની પ્રેરણા મળી હતી.આ જુગરાજનો પરિવાર એટલો ગરીબ હતો કે ઘર ચલાવવા માટે તેને પાણીની બોટલો વેચાવી પડતી હતી. ભારત પાકિસ્તાનની સરહદ પર જ્યાં ગમે ત્યારે ગોળીબાર થાય છે એવી જગ્યાએ તે પાણીની બોટલ વેચતો હતો. ભાઈ હોકી રમતો હતો પરંતુ ઘરની પરિસ્થિતિના કારણે તે આગળ વધી શક્યો ન હતો ત્યારે જુગરાજને લાગ્યું કે ભાઈ નું સપનું સાચું કરવું હોય તો તેને હોકીમાં આગળ વધવું જોઈએ જેના કારણે તે હોકી તરફ આકર્ષાયો અને હોકીમાં વધારેમાં વધારે સારી રમત રમવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

તેને હોકીની રમત ને ગંભીરતાથી લીધી. પિતા સરહદે કુલીનું કામ કરતા હતા. જૂગરાજ ઘરની હાલત બદલવા માંગતો હતો, તેથી ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરીને કે ભલામણ ચિઠ્ઠીઓ લઈને તે જલંધરની એક હોકી એકેડમીમાં જોડાયો. આ એકેડમીમાં જોડાવાથી તેને પ્રોફેશનલ હોકી રમવાની તક મળવાની સાથે જ લોકપ્રિય બનવાની તક મળી અને મોટી મોટી ફ્રેન્ચાઇઝીઓ હોકીના સારા ખેલાડીઓની શોધમાં હોય છે તેઓની નજર જુગરાજ પર પડી. ૨૦૧૧માં પીએનબીની ટીમ સાથે જુગરાજ સિંહ જોડતા તેનું નસીબ બદલાયું અને સરહદે પાણીની બોટલ વેચનાર હવે હોકી રમીને પરિવારની મદદ કરવાના સતત પ્રયત્ન કરતો. 2016માં સ્પોર્ટસ ક્વોટાના આધારે ભારતીય નૌકાદળમાં તેણે નોકરી મેળવી લીધી ભારતીય નૌકાદળમાં નોકરી મેળવતા જ તેની આર્થિક સ્થિતિ માં ઘણો મોટો સુધારો આવ્યો અને હવે તેની પોતાની બધી તકલીફ દૂર થઈ ગઈ. તેના માતા-પિતા તેમજ ભાઈને પણ મોટી રાહત થઈ.

આટલી સારી આવક સાથે સારી નોકરી મેળવવા છતાં તે હોકી તરફ દુર્લક્ષ્ય કર્યું નહોતું. નોકરીની સાથે સાથે તેને નેવી તરફથી હોકી મેચ રમવાની શરૂઆત કરી અનેક કલબોમાં રમ્યો અને અનેક  ક્લબો માટે સ્ટાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો. જ્યારે પણ તે હોકી રમતો હોય ત્યારે હરીફ ટીમ વિચારતી કે આ એક એવો વ્યક્તિ છે કે જે આખી રમતની બાજી છેલ્લી ઘડીએ પણ બદલી શકે છે અને અનેક મેચોમાં તેને આ કમાલ કરીને બતાવી હતી.

જેના કારણે ભારતીય હોકી એસોસિએશનની નજર તેના પર પડી અને ભારતીય હોકી એસોસિએશને પણ તેનો ઉત્સાહ વધારવા માટેનું  વિશેષ બિરુદ આપ્યું છે એ બિરુદ મળ્યા બાદ તમે કલ્પના કરી શકો છો કે વ્યક્તિને ઘણા બધા લાભ મળતા હોય છે. દાખલા તરીકે જે મહત્ત્વની મેચો રમાનાર હોય એ મેચો માટેનું નામ લગભગ નક્કી થઈ જાય છે  ઉપરાંત તેને કેટલીક પ્રમોશનલ ઇવેંટમાં પણ જવાની તક મળતી હોય છે, જેમાં ઘણી સારી આવક થતી હોય છે. સામાન્યપણ આવી પ્રમોશનલ ઇવેન્ટમાં મોટાભાગે ક્રિકેટર્સને જ બોલવામાં આવે છે પરંતુ હવે ટ્રેન્ડ ધીમે ધીમે બદલાવા લાગ્યો છે અને હવે પ્રમોશનલ ઈવેન્ટ કે જાહેરખબરો એ માત્ર ક્રિકેટરોનો ઈજારો નથી.

ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોના સ્ટાર ખેલાડીઓને પણ હવે પ્રમોશનલ ઇવેંટમાં અને વિવિધ વસ્તુઓ સાથે કનેક્ટેડ છે. તેની જાહેરાત માટે અન્ય રમતના ખેલાડીઓને પણ પસંદ કરવામાં આવે છે હોકીની રમતમાં સાથે જોડાયેલાઓને પણ હવે બોલાવવામાં આવે છે. ઓલમ્પિક્સમાં વિવિધ રમતોમાં સારો દેખાવ કરનારાઓને પણ જાહેરાતો મળવા માંડી છે અને તેમાં જુગરાજ સિંહનું નામ જોડાઈ ગયુ છે. આ પ્રતિભાશાળી ખેલાડીની માંગ વધી ગઈ છે, અને ઓછામાં ઓછી દસ કંપની પ્રોડક્ટની જાહેરાત કરવા માટેના કરાર હાલમાં તેની પાસે છે. ભારત લેવલે જે કઇ મેચો રમે છે તેમાં તો તેનું નામ નક્કી હોય છે પરંતુ વિવિધ મેચોમાં પણ તેને તક આપવામાં આવી છે કે ભારતની એ પ્રતિભા છે અને ભવિષ્યમાં મોટા નામ તરીકે ઉભરી આવે તો કોઈ આશ્ચર્ય નહીં થાય.

Most Popular

To Top