Madhya Gujarat

જાંબુઘોડા તાલુકા પંચાયતમાં ભાજપે િવધિવત સત્તા હાંસલ કરી

જાંબુઘોડા: સમગ્ર ગુજરાત માં એક માત્ર સ્પષ્ટ બહુમતી ધરાવતી જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે કવિતાબેન શંકરભાઇ બારીયા ઉપ પ્રમુખ તરીકે વિક્રમસિંહ નવલસિંહ બારીયા એ પદભાર સાંભળ્યો હતો 

જાંબુઘોડા તાલુકા પંચાયત ની યોજાયેલી સામાન્ય ચુંટણીઓ માં સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબરે જાંબુઘોડા તાલુકા પંચાયત આવી હતી કારણ કે ભૂતકાળ માં જાંબુઘોડા કોંગ્રેસ નો ગઢ ગણાતુ હતુ આજે આ જાંબુઘોડા માં ભાજપે 16 માંથી 16 સીટ કબજે કરી કૉંગ્રેસ નો સફાયો કરી નાખ્યો હતો જાંબુઘોડા તાલુકા પંચાયતના સભા ખંડ માં પ્રથમ સામાન્ય સભા પંચમહાલ જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ ની ખાસ ઉપસ્થિતિ માં અને જિલ્લા શિક્ષણ અધિકારી પટેલ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ નો તાલુકા ભાજપ મહામંત્રીએ શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને સભા નું કામકાજ ચાલુ કર્યુ હતુ ભાજપ ના 16 સભ્યો તેમજ જિલ્લા પંચાયત માં ચુટાયેલ સભ્ય ની હાજરી માં ચૂંટણી અધિકારી એ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે કવિતા બેન બારીયા ઉપ પ્રમુખ તરીકે વિક્રમસિંહ બારીયા તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે જ્યોતિન્દ્ર સિંહ રાણા,દંડક તરીકે શર્મા બેન રાઠવા,અને પક્ષ ના નેતા તરીકે લાલશીંગ ભાઈ બારીયા ની વરણી કરવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top