Charchapatra

આનું નામ દેશપ્રેમ – રાષ્ટ્રવાદ!

તા.07-09-233ના ગુ.મિ.નો તંત્રી લેખ ખૂબ જ માનનીય રહ્યો છે. દેશનું નામ ‘ઈન્ડિયા’માંથી ભારત થયું. તેની પરોજણમાં વિરોધપક્ષ પડી ગયો. વિરોધપક્ષ નામ બદલવાનો વિરોધ તો કરી ન શકે તો નામ બદલવા પાછળ રૂા. 14000 કરોડનો ખર્ચ થશે તેનો વિરોધ મુખ્યરૂપે લઈ બેઠા છે. આઝાદી મળ્યા પછી મહાત્મા ગાંધીજી બોલ્યા હતા કે હવે દેશ આઝાદ થયો છે તો તેનુ મૂળ નામ રાખો. પરંતુ જિદ્દી નહેરૂ આગળ નમવુ પડ્યું અને બસો વર્ષની ગુલામીથી ચાલતુ આવેલું નામ ઈન્ડિયા જ રહેવા દીધું. 

ત્યારે કદાચ દેશનું નામ ભારત કરી દીધું હોત તો આટલો અધધધ ખર્ચ ન થાત. આમ પણ નહેરૂ અને કોંગ્રેસમાં રાષ્ટ્રવાદ તો હતો જ નહી. એ પક્ષને જનતાની કે દેશની પડી જ નહોતી.  ત્યારના નેતાઓમાં જનસંઘના વડા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ગોલવલ દરજી, અટલ બિહારી બાજપેયી, બિહારના બાઉલ ગણાતા જય પ્રકાશ નારાયણ વગેરે નહેરૂ સાથે ચર્ચા કરી હતી. પરંતુ બધુ એળે ગયું. મુસલમાનોની બહુમતિ ધરાવતાં કોંગ્રેસ પક્ષ ડરતો હતો. ભાજપ સરકારે બે ટર્મમાં ધણાં બધાં હિંમતભર્યા કામો કર્યો છે. એમાં મુખ્ય 370ની કલમ નાબૂદ કરવાની અને દેશનું નામ બદલવાની મુખ્ય છે. આવી બધી હિંમત દેશપ્રેમ અને રાષ્ટ્રવાદની લાગણી જ કરી શકે! આ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીને અભિનંદન જ આપવા ઘરે!
પોંડીચેરી -ડૉ. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ દેશનાં રાજનેતા પાસે સંસ્કારની આશા નહીં રાખશો
સૌથી વધુ ધિક્કાર રાજનેતાઓ અને પછી ધર્મનેતાઓ જ ફેલાવે છે. હવે તો ધર્મ અને રાજકારણને છૂટા પાડી શકાય એવું નથી રહ્યું એવા સંજોગોમાં કહેવું જોઇએકે ભાજપના નેતાઓ જ સૌથી વધુ ધિક્કાર ફેલાવે છે. હમણાં દેશના 107 સાંસદ-ધારાસભ્ય વિરુદ્ધ નફરત ભરેલા ભાષણ આપવા માટે કેસ દાખલ થયા છે. જેમાં 22 સાંસદ તો અને 20 ધારા સભ્યો તો ભાજપના જ છે. તેમના સાંસદ તો સંસદભવનમાં પણ ખૂલ્લે આમ ધિક્કાર જન્માવતી ભાષા બોલે છે.

અરે, સ્વયં ગૃહમંત્રી અમિતશાહની ભાષામાં ધમકી સંભળાતી હોય છે. વડાપ્રધાન મોદી કોઇ દિવસ વિપક્ષ માટે માનભરી ભાષામાં વાત નથી કરી શકતા. હવે આબધા રાજનેતાઓ કઇ રીતે લોકો પાસે સામંજસ્યની આશા રાખે? હેટસ્પિચનું વધી રહેલું કલ્ચર આઘાતક છે પણ તે હવે બદલાવાનું નથી કારણ કે હવે રાજનેતાઓનાં સંસ્કાર તળિયે ગયા છે. અપરાધીઓ ચૂંટાટા હોય તો આશા પણ શું રાખો? આ દેશનું રાજકારણ દયા ખાવા જેવું બની ગયું છે. તે ‘મેરા ભારત મહાન’નું પ્રતિનિધિત્વ કરે તેવું નથી. રહ્યું.
નવસારી           –અનિલ દેસાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top