World

ઇઝરાયેલે ઇરાન ઉપર કર્યો મોટો હુમલો, ફ્લાઇટો કેન્સલ, ઇરાની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટેડ

નવી દિલ્હી: ઈઝરાયેલે (Israel) શુક્રવારે ઈરાનના (Iran) અનેક શહેરો પર મિસાઈલ (missile) અને ડ્રોન હુમલા (Drone attacks) કર્યા હતા. તેમજ આ હુમાલાઓમાં ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી હતી. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના અહેવાલ મુજબ ઇરાનને મોટું નુકશાન થયું હતું. જેના કારણે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના તમામ લશ્કરી મથકોને હાઇ એલર્ટ પર મૂક્યા હતા. તેમજ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબઈ ઝરાયેલે જવાબી કાર્યવાહી કરીને ઈરાન પર મોટો હુમલો કર્યો હતો. ઈરાનની સરકારી સમાચાર એજન્સી અનુસાર આ હુમલો શુક્રવારે વહેલી સવારે થયો હતો. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ શહેરમાં ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ પણ છે. જેને આ હુમલામાં મોટું નુકશાન થયું હતું. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ આ જગ્યાએથી ચાલી રહ્યો હતો. પરંતુ વિસ્ફોટો બાદ ઈરાને અનેક પ્રાંતોમાં પોતાની એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે.

અગાવ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાજેતરમાં સહયોગી દેશોની સંયમ રાખવાની અપીલને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે તેમનો દેશ નક્કી કરશે. હવે ઈરાન પર હુમલો કરીને ઈઝરાયેલે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે કે તે ચૂપ નહીં રહે. નેતન્યાહુએ કહ્યું હતું કે, “હું સ્પષ્ટ કરવા માંગુ છું, અમે અમારા નિર્ણયો જાતે લઈશું.” ઇઝરાયેલ પોતાના બચાવ માટે જે પણ જરૂરી હશે તે કરશે.

ન્યુક્લિયર પ્લાન્ટ્સ નિશાના પર
ઇરાની મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈઝરાયેલે ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યા હતા. તેમજ ઈઝરાયલ તરફથી હુમલાના અહેવાલો સામે આવ્યા બાદ ઈરાને પશ્ચિમી ભાગમાં અવરજવર માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.

ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ જતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી હતી. તેમજ ઓછામાં ઓછી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે વિસ્ફોટોનો અવાજ ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.

અગાવ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડી હતી
અગાવ ઈરાને 13 એપ્રિલની મધરાત્રેએ ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર 300થી વધુ વિવિધ પ્રકારના ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં કિલર ડ્રોનથી લઈને બેલિસ્ટિક મિસાઈલો અને ક્રુઝ મિસાઈલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તરત જ ઈઝરાયેલની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી હતી.

Most Popular

To Top