National

IPL 2021: મેચો માટે ક્યાં અને ક્યારે શરૂ થશે ટિકિટનું વેચાણ ? શું છે માર્ગદર્શિકા ?

IPL 2021 બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. બીસીસીઆઈ (BCCI)એ જાહેરાત કરી છે કે આ વખતે આઈપીએલ (IPL) મેચો દરમિયાન ચાહકો સ્ટેડિયમ (stadium)માં આવીને મેચનો આનંદ માણી શકે છે. 

કોરોના વાયરસ (corona virus)ના ખતરાને ધ્યાનમાં રાખીને, પ્રથમ આઈપીએલની મેચ દરમિયાન ચાહકોને આવવા દેવામાં આવ્યા ન હતા. પરંતુ હવે યુએઈ (UAE)માં યોજાનારી મેચ દરમિયાન ચાહકો સ્ટેડિયમમાં આવીને મેચનો આનંદ માણી શકે છે. આઈપીએલના બીજા રાઉન્ડમાં પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે થશે. બંને ટીમો ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. અત્યારે સીએસકે પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે છે અને ચાર વખત ટાઇટલ જીતનાર મુંબઇની ટીમ 4 નંબર પર છે. IPL માં CSK અને મુંબઈ વચ્ચેની મેચ હંમેશા યાદગાર રહે છે. ત્યારે ચાહકો હવે આઈપીએલ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

મર્યાદિત સંખ્યામાં ચાહકોને પ્રવેશતા
કોરોનાનું જોખમ હજુ શમ્યું નથી. આવી સ્થિતિમાં સ્ટેડિયમમાં દર્શકોનો પ્રવેશ મર્યાદિત રહેશે. ચાહકો અને ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે પરંતુ દરેકને કોરોના પ્રોટોકોલના નિયમોનું પાલન કરવું પડશે. કોવિડ પ્રોટોકોલ અને યુએઈ સરકારના નિયમોને ધ્યાનમાં રાખીને, ચાહકો સ્ટેડિયમમાં આવીને મેચ જોઈ શકે છે. મેચો દરમિયાન સ્ટેડિયમમાં મર્યાદિત સંખ્યામાં બેઠકો ઉપલબ્ધ રહેશે.

સમગ્ર મેડિકલ સ્ટાફ પણ ખેલાડીઓના બાયો બબલમાં રહેશે
ભારતમાં આઇપીએલ દરમિયાન બાયો બબલમાં કોરોના ઘુસી જવાના કિસ્સાને ધ્યાને લઇને આ વખતે બીસીસીઆઇ ખાસ તકેદારી રાખી રહી છે અને ખેલાડીઓને મેડિકલ મદદ માટે બાયો બબલમાંથી બહાર લઇ જતા ટાળવા માટે નર્સીંગ અને અન્ય મેડિકલ સ્ટાફને પણ એક જ હોટલના બાયો બબલમાં રાખવાનો નિર્ણય કરાયો છે.

ટિકિટનું વેચાણ ક્યાં અને ક્યારે શરૂ થશે?

આઈપીએલ મેચોની ટિકિટનું વેચાણ ઓનલાઈન થશે. મેચોની ટિકિટ 16 સપ્ટેમ્બરથી PlatinumList.net અને www.iplt20.com પર ઉપલબ્ધ થશે.

દુબઈ, શારજાહ, અબુ ધાબીમાં રમાશે તમામ મેચ

IPL 2021 માં અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાઈ છે. હજુ 31 મેચ બાકી છે. ટૂર્નામેન્ટની ફાઇનલ 15 ઓક્ટોબરે દુબઇમાં યોજાશે. IPL ની બાકીની મેચ દુબઈ, શારજાહ, અબુ ધાબીમાં રમાશે. 

ઓનલાઇન સ્ટ્રીમિંગ અને લાઇવ ટેલિકાસ્ટ

ભારતમાં IPL ની બાકી મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર કરવામાં આવશે અને સ્ટાર સ્પોર્ટ્સ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

Most Popular

To Top