Sports

IPL મીડિયા અધિકારીઓનું કાઉન્ટડાઉન શરૂ, આ 5 કંપનીઓ વચ્ચે જબરદસ્ત જંગ

નવી દિલ્હી: IPL-2022ની વિજેતા ગુજરાત ટાઈટન્સ (Gujarat Titnes) બની ચૂકી છે. પરંતુ હવે ચાહકો ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે રમાનારી T20 મેચની (Match) રાહ જોઈ રહ્યા છે. T20 સિરીઝ રમાશે ત્યારે IPLને લઈને એક મોટું અપડેટ (Update) આવવાની શકયતા છે જેમાં IPLના મીડિયા અધિકારોની હરાજી (Auction) થશે. આ વખતે 2023-28ની ટર્મ માટે બોલી લગાવામાં આવાની છે. આ બોલીના કારણે BCCIને હજારો કરોડ રૂપિયાની કમાણી (Income) થવાની ચર્ચા છે.

આઇપીએલ મીડિયા રાઇટ્સ માટેના ટેન્ડરો અગાઉથી જ બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ આ માટે હવે કુલ પાંચ કંપનીઓ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા થઈ રહી છે. બ્રોકરેજ ફર્મ ઈલારા સિક્યોરિટીઝનું માનવું છે કે આ વખતે મીડિયા રાઈટ્સ માટેની બોલી 50થી 60 હજાર કરોડ રૂપિયા સુધી જઈ શકે તેમ છે. IPLની બ્રાન્ડ વેલ્યુ વધી છે. છેલ્લી વખત જ્યારે હરાજી થઈ હતી ત્યારે BCCIને 2018 થી 2022ના સમયગાળા માટે 16,300 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ હવે આઈપીએલ મોટી થઈ ગઈ છે, ટીમોની સંખ્યા પણ વધીને 10 થઈ ગઈ છે. જેના કારણે આઈપીએલની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત વધારો થયો છે.

અત્યારે આ બોલી માટે પાંચ કંપનીઓ રેસમાં છે. વાયાકોમ, ડિઝની-હોટસ્ટાર, સોની, ઝી અને એમેઝોન આ કંપનીઓ એકબીજાની પ્રતિસ્પર્ધી બની છે. આ વખતે ડિજિટલ પ્લેટફોર્મ પર જબરદસ્ત ફોકસ કરવામાં આવ્યું છે જેના કારણે એમેઝોન જેવા ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ રેસમાં ઉતર્યા છે. અલગ-અલગ સેટના આધારે IPL બોલીના મીડિયા અધિકારોમાં આ વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેમાં ટીવી રાઈટ્સ, ડીજીટલ રાઈટ્સ, પ્લેઓફ મેચોના રાઈટ્સ, વિદેશમાં મેચો બતાવવાના રાઈટ્સ સામેલ છે. ચાર સેટ માટે અલગ-અલગ આધાર કિંમત છે, જેના આધારે બોલી લગાડવામાં આવશે. જેમાંથી ટીવી રાઈટ્સની કિંમત 49 કરોડ રૂપિયા પ્રતિ મેચ છે.

મળતી માહિતી મુજબ IPL 2022 ના ટીવી રેટિંગમાં જબરદસ્ત ઘટાડો થયો છે, આ વખતે IPLને પણ બોરિંગ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આ બધું હોવા છતાં આઈપીએલની કિંમતમાં કોઈ ફરક પડ્યો નથી. એવી ચર્ચાઓએ પણ જોર પકડયું છે કે હવે આઈપીએલ વર્ષમાં બે વખત રમાઈ શકશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

Most Popular

To Top