Sports

IPL ફ્રેન્ચાઈઝીઓએ 6 ઈંગ્લિશ ખેલાડીઓને કરોડો પાઉન્ડની ડીલ ઓફર કરી

લંડન: (London) ટોચની આઇપીએલ (IPL) ફ્રેન્ચાઈઝીના માલિકોએ ઈંગ્લેન્ડના છ પ્રીમિયર ખેલાડીઓને (Players) ઈન્ટરનેશનલ ક્રિકેટ છોડીને આખુ વર્ષ ટી-20 લીગ રમવા માટે 5 મિલિયન પાઉન્ડ સુધીના આકર્ષક વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું ટાઈમ્સ લંડનના એક અહેવાલમાં જણાવાયું છે. જોકે, કઈ ફ્રેન્ચાઈઝી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને ચર્ચામાં સામેલ ખેલાડીઓ કોણ છે તે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું નથી. જેમાં કેટલીક આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોકાણ છે તે એક મહત્વાકાંક્ષી સાઉદી ટી-20 લીગ પણ તેમાં સામેલ છે.

  • આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓએ 6 ઈંગ્લિશ ખેલાડીઓને કરોડો પાઉન્ડની ડીલ ઓફર કર્યાના અહેવાલ
  • આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટ છોડીને આખુ વર્ષ પોતાની ટીમ વતી લીગ ક્રિકેટ રમવાની ઇંગ્લીશ ક્રિકેટર્સને ઓફર કરી

ધ ટાઈમ્સના રિપોર્ટમાં એવું ટાંકવામાં આવ્યું છે કે આઈપીએલ ફ્રેન્ચાઈઝીના માલિકો દ્વારા કેટલાક ઇન્ટરનેશનલ સ્ટાર્સ સહિત ઓછામાં ઓછા છ ઈંગ્લિશ ખેલાડીઓનો સંપર્ક કરીને પૂછવામાં આવ્યું કે શું, સૈદ્ધાંતિક રીતે, તેઓ એવા સોદાને સ્વીકારશે કે જેમાં તેઓ ઇસીબી કે ઇંગ્લીશ કાન્ટીને સ્થાને ભારતીય ટીમને તેમની મુખ્ય એમ્પ્લોયર બનાવી શકશે.
આ ડેવલપમેન્ટ વિશ્વભરના ખેલાડીઓના યુનિયનો વચ્ચે 12-મહિનાના ફ્રેન્ચાઇઝ કરારની સંભવિત અસરો વિશેની ચર્ચાઓને અનુસરે છે, જે ચુનંદા ખેલાડીઓના ફૂટબોલ મોડલ તરફનું એક મહત્વપૂર્ણ પગલું હશે જે મુખ્યત્વે તેમની ટીમ સાથે કરાર કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ફરજ માટે મુક્ત કરવામાં આવે છે.

Most Popular

To Top