National

IPL-14 માટે 18 ફેબ્રુઆરીએ થશે હરાજી, ભારતમાં આઇપીએલ આયોજન અંગે જાણો બીસીસીઆઇએ શું કહ્યું

આઇપીએલ 2021 માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ થઇ શકે છે. શુક્રવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ પીટીઆઇને આ માહિતી આપી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થશે. જો કે આ હરાજી ક્યાં થશે તે વેન્યુ હજુ નક્કી કરવામાં આવ્યું નથી, તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. બીસીસીઆઇએ હજુ એ પણ નક્કી કરવાનું બાકી છે કે આગામી આઇપીએલનુ આયોજન ભારતમાં થશે કે નહીં.

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી એવું ભારપૂર્વક કહેતા રહ્યા છે કે 2021 આઇપીએલનું આયોજન ભારતમાં જ કરવામાં આવે તેવા હરસંભવ પ્રયાસ કરવામાં આવશે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે 2020માં આઇપીએલનું આયોજન યુએઇમાં કરવામાં આવ્યું હતું. બીસીસીઆઇને એવી આશા છે કે આવતા મહિનાથી શરૂ થઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણેની સીરિઝના સુચારુ સંચાલનથી વિશ્વની સૌથી પ્રસિદ્ધ લીગનું ભારતમાં આયોજન કરવાનો માર્ગ સાફ કરી આપશે.

આઇપીએલમાં ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી હતી અને અંતિમ તારીખે રાજસ્થાન રોયલ્સે સ્ટીવ સ્મિથને તો કિંગ્સ ઇલેવન પંજાબે ગ્લેન મેક્સવેલને રિલીઝ કર્યા હતા. ખેલાડીઓના આંતરિક હસ્તાંતરણ માટે ટ્રેડિંગ વિન્ડો ચાર ફેબ્રુઆરી સુધી ખુલ્લી રહેશે.


આઇપીએલના આયોજન સંબંધે બીસીસીઆઇના સૂત્રોએ કહ્યું હતું કે બીસીસીઆઇ કેટલાક અઠવાડિયા રાહ જોશે કે ભારતમાં કોરોનાની સ્થિતિ કેવી છે અને તે પછી જ આઇપીએલના કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે. બધાની ઇચ્છા એવી છે કે તેનું આયોજન ભારતમાં થાય પણ નિર્ણય લેતા પહેલા આપણે થોડી રાહ જોવી પડશે.

આઇપીએલ 14નું આયોજન ભારતમાં થશે કે કેમ તે અંગે શંકાનું વાતાવરણ યથાવત
કોરોનાવાયરસ રોગચાળાને કારણે આઇપીએલની 13મી સિઝનનું આયોજન ભારત બહાર યુએઇમાં કરવાની બીસીસીઆઇને ફરજ પડી હતી અને હવે આઇપીએલની 14મી સિઝનનું આયોજન ભારતમાં થશે કે નહીં તે અંગે હજુ પણ શંકા કુશંકાનું વાતાવરણ યથાવત છે. એવું જાહેર થયું છે કે આઇપીએલ ગવર્નીંગ કાઉન્સીલે આઇપીએલની આગામી સિઝનના આયોજનના સ્થળને નક્કી કરવા માટે થોડો સમય માગ્યો છે. તે પછી જ એ નિર્ણય કરાશે કે આઇપીએલ 2021નું આયોજન ભારતમાં થશે કે નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top