Trending

સેક્સ માણવાનું બંધ કર્યા પછી તમારામાં કેવા ફેરફારો થાય છે?

સેક્સ (SEX) તમારા મગજને આફ્ટરગ્લો નામના રસાયણથી સ્વચ્છ કરે છે જેની અસર આશરે બે દિવસ સુધી રહે છે જેનાથી તમારા સાથી સાથેના તમારા સંબંધો વધુ ગાઢ બને છે. તેના વગર તમને તમારા સંબંધોમાં કેટલીક ઊણપનો અનુભવ થશે. સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત સેક્સ માણતું યુગલ સૌથી સુખી હોય છે અને તેમની વચ્ચેની સમજ અને વિશ્વાસ ઘણો મજબૂત હોય છે.

આપણામાંથી મોટાભાગનાં લોકો સેક્સ વગરનું જીવન કલ્પી શકતા નહીં હોવા છતાં ક્યારેક સેક્સ વગરનો શુષ્ક સમય પણ આવી જાય છે. વર્ષો સુધી સક્રિય સેક્સલાઈફ (ACTIVE SEX LIFE) માણ્યા બાદ સેક્સથી સદંતર વિમુખ થઈ જવાની બાબત સામાન્ય છે. ખાસ કરીને લગ્નનાં કેટલાંક વર્ષો વિત્યાં બાદ અનેક લોકોના જીવનમાં આવું થતું હોવાનું જોવા મળે છે. સેક્સ માણવાનું બંધ કરી દેવાથી તમારા આરોગ્ય પર ગંભીર અસરો પડી શકે છે. અહીં આ વિશે વિસ્તૃત માહિતી અપાઈ છે જે તમારા જાતીય જીવન અને તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી થઈ પડશે.

તમારા માનસિક ઉચાટમાં વધારો થશે
જ્યારે તમે તણાવમાં હો ત્યારે સેક્સનો વિચાર કદાચ સૌથી છેલ્લે આવશે પરંતુ ખરેખર તો તેનાથી વ્યગ્રતા કે ઉચાટમાં ઘટાડો થાય છે. સેક્સ માણવાથી તણાવના લીધે તમારા શરીરમાં પેદા થતાં અંતઃસ્ત્રાવોમાં ઘટાડો થતો હોવાનું જણાયું છે. સક્રિય સેક્સલાઈફ તમને પ્રસન્ન અને તંદુરસ્ત (HEALTHY) રાખે છે જેનાથી વ્યગ્રતા તમારાથી દૂર રહે છે.

તમારું હૃદય કદાચ યોગ્ય રીતે કામ નહીં કરે
સંશોધન પ્રમાણે જે લોકો મહિનામાં એક વાર કે તેથી ઓછી વખત સેક્સ માણે છે તેમને સપ્તાહમાં બે કે તેથી વધુ સેક્સ માણનારા લોકોની તુલનાએ હૃદય (HEART)ની બીમારીઓ થવાની શક્યતાઓ વધારે રહે છે. તેનાં સંભવિત કારણો પૈકીના એકમાં કદાચ, સેક્સ દરમિયાન તમારા શરીરને એક પ્રકારની કસરત મળી રહે છે અને તમે તે દરમિયાન ચિંતા કે તણાવ નથી અનુભવતાં. તમે જેટલું વધારે સેક્સ માણશો, શારીરિક અને માનસિક રીતે તમે તેટલા જ સ્વસ્થ રહેશો.

શરીરને ઓછી કસરત મળશે
સેક્સ માણવા દરમિયાન દર મિનિટે આશરે 10 કેલેરી (CALORIC) બર્ન થાય છે. જે ઝડપી ચાલવા સમાન છે. આ ઉપરાંત સમાગમ દરમિયાન તમે સામાન્ય કરતાં વધુ ઓક્સિજન પણ લો છો, જે બગીચામાં ખાડો ખોદવા કે દાદરા ચઢવા-ઊતરવા સમાન કસરત છે. શરૂઆતમાં તે તમને ખાસ મહત્ત્વનું નહીં લાગે પરંતુ લાંબા ગાળે તમને તેનું મહત્ત્વ સમજાશે. સેક્સથી તમારી માનસિક તંદુરસ્તીમાં પણ વધારો થતો હોવાથી તમે અન્ય પ્રકારની કસરતો જેમ કે આઉટડોર ગેમ્સ રમવી કે ઘરનાં કોઈ કાર્યોમાં મદદરૂપ બની શકો છો.

યાદશક્તિમાં ઘટાડો થશે
નિયમિત સેક્સ માણવાથી યાદશક્તિ (MEMORY)માં વધારો થાય છે, ખાસ કરીને જો તમે 50થી વધુ વર્ષના હો. જો કે આ માટેનું કારણ શું છે તે સ્પષ્ટ નથી.

તમારી રોગપ્રતિકારકશક્તિ નબળી પડે છે
ઓછું સેક્સ માણનારા લોકોની તુલનાએ સપ્તાહમાં એક કે બે વાર સેક્સ માણનારા લોકોની રોગપ્રતિકારકશક્તિ (IMMUNITY)માં વધારો થાય છે. તેનાં અન્ય કારણો પૈકીના એક અનુસાર તેનાથી ઈમ્યુનોગ્લોબ્યુલિન એ અથવા એલજીએ નામના જંતુઓનો પ્રતિકાર કરતાં તત્ત્વના પ્રમાણમાં વધારો થાય છે. પરંતુ અહીં વધુ હંમેશાં બહેતર છે તેવું નથી. સેક્સ નહીં માણનારાં લોકોની સરખામણીએ સપ્તાહમાં બેથી વધુ વખત સેક્સ માણનારાં લોકોમાં એલજીએનું સ્તર નીચું જોવાયું છે.

તમારા સંબંધોમાં પરિવર્તન
સેક્સ તમારા મગજને આફ્ટરગ્લો (AFTERGLOW) નામના રસાયણથી સ્વચ્છ કરે છે જેની અસર આશરે બે દિવસ સુધી રહે છે જેનાથી તમારા સાથી સાથેના તમારા સંબંધો વધુ ગાઢ બને છે. તેના વગર તમને તમારા સંબંધોમાં કેટલીક ઊણપનો અનુભવ થશે. સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત સેક્સ માણતું યુગલ સૌથી સુખી હોય છે અને તેમની વચ્ચેની સમજ અને વિશ્વાસ ઘણો મજબૂત હોય છે.

તમારા પ્રોસ્ટેટ પણ કદાચ તંદુરસ્ત નહીં હોય
આ માટેનાં કારણો બહુ સ્પષ્ટ નથી પરંતુ એક અભ્યાસ અનુસાર જે પુરુષો મહિનામાં સાતથી ઓછી વાર વીર્ય સ્ખલન કરે છે તેમને મહિનામાં ઓછામાં ઓછા 21 વાર વીર્ય સ્ખલન કરતાં પુરુષોની તુલનાએ પ્રોસ્ટેટ (PRO-STET)નું કેન્સર થવાની શક્યતા વધારે રહે છે.

ઓછી ઊંઘ
સેક્સ વગર ગાઢ નિંદ્રા (SLEEP) માટે કારણભૂત પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન જેવાં અંતઃસ્ત્રાવોમાં ઘટાડો થાય છે. મહિલાઓને એસ્ટ્રોજનનો વેગ મળે છે જે વધુ મદદગાર પુરવાર થાય છે. તેનાથી ઊલટું પણ સાચું છેઃ જો તમે ફરીથી સેક્સ માણવાનું શરૂ કરવા ઈચ્છતાં હો તો પૂરતી અને ગાઢ ઊંઘ જરૂરી છે.

દુખાવો અને પીડાની સમસ્યા
સેક્સ તમને તમારી શારીરિક પીડા કે દુખાવો (PAIN) તેટલા સમય પૂરતા ભૂલવી દે છે. આ ઉપરાંત ઓર્ગેઝમ એટલે કે જાતીય સુખની પરાકાષ્ઠાને પરિણામે શરીરમાં એન્ડોર્ફિન્સ નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેનાથી માથા, પીઠ અને પગના દુખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત તેનાથી આર્થરાઈટિસ અને ઋતુચક્રના દુખાવામાં પણ રાહત થાય છે.

તમને પાછળથી જાતીય સમસ્યાઓ થઈ શકે
થોડુંક અજુગતું લાગે છે પરંતુ ‘ઉપયોગ કરો અથવા ગુમાવી દો’ની ઉક્તિ અહીં લાગુ પડે છે. નિયમિત સંભોગ વગર રજોનિવૃત્તિકાળે પહોંચેલી મહિલાઓની યોનિના કોષો પાતાળા (SELL WEAKNESS), સંકુચિત અને શુષ્ક બની જાય છે. જેના લીધે સંભોગ પીડાદાયક બનતાં તમારી કામેચ્છા નબળી બનવા લાગે છે. સપ્તાહમાં એક કે તેથી વધુ સેક્સ માણતાં પુરુષોની તુલનાએ તેનાથી ઓછું સેક્સ માણતાં પુરુષોમાં શિશ્નોત્થાનની સમસ્યા સર્જાવાનું જોખમ વધુ હોવાનું કેટલાંક સંશોધનોમાં જણાવાયું છે.

તમારા બ્લડપ્રેશરમાં વધારો થઈ શકે
સેક્સ તમારા બ્લડપ્રેશર (BLOOD PRESSURE)ને નીચું રાખવામાં મદદ કરે છે. સેક્સને કારણે એરોબિક અને મસલ બિલ્ડિંગ એક્સરસાઈઝ થાય છે, જે ઉચાટ ઘટાડી તમને રાહતજનક અનુભવ કરાવે છે અને તેનાથી છેવટે તમારું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
જો તમે ફરીથી સક્રિય બનીને સેક્સ માણવા ઈચ્છતાં હો તો નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લો. કામેચ્છાને પુનઃ બળવત્તર બનાવવા માટે તમારા અભિગમમાં નાવીન્ય લાવો. નવી નવી રીતો અજમાવો. તણાવ, થાક અને પોતાના શરીરને લગતી ખોટી ભ્રમણાઓ દૂર કરવાથી પણ લાભ થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top