Business

ભારતીય શેરબજારમાં તેજી, આ કારણોના લીધે અઠવાડિયામાં સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળ્યો

મુંબઈ(Mumbai): સતત ત્રીજા દિવસે ભારતીય(Indian) બજાર ખૂબ જ તેજી સાથે બંધ થયું છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની ખરીદીના કારણે બજાર તેજ રહ્યું હતું. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઈન્ડેક્સ સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 54,481 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો નિફ્ટી 87 પોઈન્ટના વધારા સાથે 16,220 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સપ્તાહે સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. તેલના નબળા ભાવો વચ્ચે ફુગાવાની ચિંતા હળવી થતાં બજારોમાં તેજી આવી હતી. સેન્સેક્સ 303.38 પોઈન્ટ અથવા 0.56% વધીને 54,481.84 પર, જ્યારે નિફ્ટી 0.54% વધીને 16,220.60 પર છે. તેલ(Oil)ના નબળા ભાવો વચ્ચે ફુગાવાની ચિંતા હળવી થતાં બજારો સતત ત્રીજા દિવસે ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 303.38 પોઈન્ટ અથવા 0.56% વધીને 54,481.84 પર, જ્યારે નિફ્ટી 0.54% વધીને 16,220.60 પર છે.

ઓટો, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા શેરોમાં ઘટાડો
શેરબજારમાં ઓટો, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે એફએમસીજી ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, બેન્કિંગ, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 32 શેર રેડ ઝોનમાં બંધ થયા છે, જ્યારે 18 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30માંથી 20 શેર લીલા નિશાનમાં અને 10 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. જ્યારે મોટા ભાગના નિફ્ટી ક્ષેત્રીય સૂચ આંકો ગ્રીન ઝોનમાં પૂર્ણ થયા હતા. ત્યારે મેટલ્સ અને રિયલ્ટી પાછળ હતા. લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન અને એનટીપીસી ટોપ ગેનર્સમાં હતા., ટાટા સ્ટીલ અને મારુતિ સુઝુકી પાછળ રહ્યા હતા.

આ શેરોમાં વધારો
લાર્સન 4.74 ટકા, પાવર ગ્રીડ 2.94 ટકા, ટાટા મોટર્સ 2.48 ટકા, એનટીપીસી 2.31 ટકા, કોલ ઈન્ડિયા 2.04 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ 1.98 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.85 ટકા, અદાણી પોર્ટ્સ 1.72 ટકા, એક્સિસ બેન્ક 6.7 ટકા, ડો. 1.61 ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા.

આ શેરોમાં ઘટાડો
HDFC લાઇફ 1.67 ટકા, ONGC 1.62 ટકા, ટાટા સ્ટીલ 1.57 ટકા, મારુતિ સુઝુકી 1.52 ટકા, JSW 1.46 ટકા, IndusInd બેન્ક 1.44 ટકા, BPCL 1.24 ટકા, હિન્દાલ્કો, TCS 1.13 ટકા સાથે Close 1.13 ટકાના ઘટાડો સાથે બંધ રહ્યા હતા.

Most Popular

To Top