Business

ભારતીય મૂળના કર્મચારીએ એપલ કંપનીમાં કર્યું કરોડોનું કૌભાંડ

કેલિફોર્નિયા: ભારતીય મૂળના (Indian origin) ધીરેન્દ્ર પ્રસાદ (Dhirendra Prasad) પર સ્માર્ટ ફોન મેન્યુફ્રેકચર એપલ (Apple) કંપનીએ 140 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે, જેના પર કેલિફોર્નિયા (California) ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસએ (Department of Justice) નિવેદન આપ્યું છે, જેના અનુસાર, એપલના ભૂતપૂર્વ કર્મચારી (Ex. employee) ધીરેન્દ્ર પ્રસાદે છેતરપિંડી કર્યા હોવાનું કબૂલ્યું છે અને એના કારણે કંપનીને 17 મિલિયન (17 million dollar) ડૉલરથી વધુનું નુકસાન થયું છે. એપલના કર્મચારીના પદે રહી ધીરજે 2011થી કૌભાંડ શરૂ કર્યું હતું અને વર્ષ 2018 સુધીમાં તેને કંપની સાથે 140 કરોડથી વધુની છેતરપિંડી (fraud) કરી છે. હવે ધીરેન્દ્ર પ્રસાદ સામેનો આરોપ સાબિત થયો છે. મળતી માહિતી મુજબ આ ગુના બદલ તેને 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

આવી રીતે ચાલતું હતું એપલમાં કૌભાંડ
એપલના ભૂતપૂર્વ કર્મચારીને કંપની સાથે 17 મિલિયન ડોલર (લગભગ 140 કરોડ રૂપિયા)થી વધુની છેતરપિંડીમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. ધીરેન્દ્ર પ્રસાદ એપલમાં ગ્લોબલ સર્વિસ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં ખરીદદાર તરીકે ઘણા દાયકાઓથી કામ કરી રહ્યા હતા. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. ધીરેન્દ્ર પ્રસાદે સ્વીકાર્યું કે તેણે રિશ્વત લીધી છે. આ સિવાય તેણે કબૂલાત કરી છે કે તે બિલની રકમ વધારીને આપતો અને એ સુવિધાઓના પૈસા એપલ પાસેથી વસૂલતો જે સુવિધાઓ કંપનીને આપવામાં જ નથી આવી. કેલિફોર્નિયાના નોર્ધન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, તેણે આ કૌભાંડ વર્ષ 2011માં શરૂ કર્યું હતું અને વર્ષ 2018 સુધી તે ચલાવી રહ્યો હતો.

પોતાના જ ઘટકો માટે એપલએ ચૂકવ્યા કરોડો
આ કૌભાંડમાં ધીરેન્દ્ર પ્રસાદ એપલની ઈન્વેન્ટરીમાંથી મધરબોર્ડ CTrends માં મોકલતો હતો. આ કંપની કૌભાંડ માં સહ-ગુનેગાર ડોન એમ. બેકર નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હતી. તેણે પણ આ કરોડોની હેરફેરમાં સંડોવણીની કબૂલાત કરી હતી. બેકર મધરબોર્ડમાંથી અમુક પાર્ટ્સ કાઢી લેતા અને બાદમાં બેકર આ પાર્ટ્સને એપલને ફરી વેંચતા હતા. આના માટેના બિલ ફાઇલ કરવા માટે CTrendsનો ઉપયોગ થતો હતો અને ધીરેન્દ્ર પ્રસાદ તે બિલની ચૂકવણીની વ્યવસ્થા કરી આપતો. અંતે, એપલને તેના જ ઘટકો માટે ચૂકવણી કરવી પડી. બંને આરોપીઓ કૌભાંડમાંથી મળેલી રકમની વહેંચણી કરી લેતા.

સજા ઘટાડવા 5 મિલિયન ડોલર પરત કરવાની ઓફર કરી
એપલ સાથે છેતરપિંડી કરવા ઉપરાંત તેણે ટેક્સ ફ્રોડમાં સામેલ હોવાની પણ કબૂલાત કરી હતી. જેમાં તે રોબર્ટ ગેરી હેન્સન નામના વ્યક્તિ સાથે ટેક્સની ચોરી કરતો. ધીરેન્દ્ર પ્રસાદે બેકરની ગેરકાયદેસર ચૂકવણીઓને છુપાવવા માટે નકલી કંપનીને CTrends પર નકલી ઇન્વૉઇસ મોકલવાની વ્યવસ્થા પણ કરી હતી. યુએસ એટર્ની ઑફિસે અહેવાલ આપ્યો કે આનાથી બેકરને અયોગ્ય કર કપાતમાં હજારો ડોલરનો હજારો ડોલરનો ફાયદો થયો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પ્રસાદને માર્ચમાં સજા ફટકારવામાં આવશે. તેને મેલ ફ્રોડ અને વાયર ફ્રોડ કરવાના કાવતરા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે, જેમાં વધુમાં વધુ 20 વર્ષની જેલની સજા થઈ શકે છે. તેને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે છેતરપિંડી કરવાના કાવતરા માટે પણ દોષિત ઠેરવવામાં આવ્યો છે, જેમાં તેને પાંચ વર્ષની જેલની સજા છે. આ સિવાય પ્રસાદે કૌભાંડમાંથી કમાયેલા 5 મિલિયન ડોલર પરત કરવાની ઓફર કરી છે જેમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે.

Most Popular

To Top