Sports

ભારતીય બોલરો સામે શ્રીલંકન બેટ્સમેન 30 મિનીટ પણ ટકી શક્યા નહીં, 6 જ ઓવરમાં થયા ઓલઆઉટ

બેંગ્લોર: ભારત (India) અને શ્રીલંકા (Shrilanka) વચ્ચે બે મેચની ટેસ્ટ (Test) શ્રેણીની (Series) છેલ્લી મેચ બેંગલુરુમાં (Banglore) રમાઈ રહી છે. બીજા દિવસની રમત શરૂ થયાની છ ઓવરમાં જ શ્રીલંકાએ તેની ચાર વિકેટ (Wicket) ગુમાવી દીધી હતી અને 109 રનમાં ઓલઆઉટ (All out) થઈ ગઈ હતી. ભારત સામે આ તેનો બીજો સૌથી ઓછો ટેસ્ટ સ્કોર છે.

ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય બોલરોના આક્રમણ સામે શ્રીલંકન બેટ્સમેનો 30 મિનીટ પણ ટકી શક્યા નહોતા. બીજા દિવસની રમત શરૂ થયાની છ ઓવરમાં જ શ્રીલંકાએ તેની ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે આ તેનો બીજો સૌથી ઓછો ટેસ્ટ સ્કોર છે. શ્રીલંકા તરફથી પહેલાં દાવમાં એન્જલો મેથ્યુસ (43) ટોપ સ્કોરર રહ્યો હતો, જ્યારે ભારતીય બોલર જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી. આર અશ્વિન અને મોહમ્મદ શમીને 2-2 વિકેટ મળી હતી. ભારતને 143 રનની લીડ મળી છે.  પ્રથમ દાવના આધારે ભારત પાસે 143 રનની લીડ છે. 

ભારતમાં બુમરાહની પ્રથમ પાંચ વિકેટ
જસપ્રીત બુમરાહે દિવસની બીજી અને પાંચમી વિકેટ પોતાના નામે કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી અને ભારતમાં 5 વિકેટ ઝડપી છે. તેણે 10 ઓવરમાં 24 રન આપીને પાંચ શ્રીલંકાના ખેલાડીઓને આઉટ કર્યા હતા. 

ડે નાઈટ મેચમાં પ્રથમવાર એક દિવસમાં 16 વિકેટનો રેકોર્ડ
આ અગાઉ બેંગલોર ટેસ્ટના પહેલા દિવસે 16 વિકેટ પડી હતી. કોઈપણ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં એક દિવસમાં સૌથી વધુ વિકેટ પડવાનો આ રેકોર્ડ છે. અગાઉ 2018માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં એક દિવસમાં 13 વિકેટ પડી હતી. ભારત તરફથી પ્રથમ દિવસે શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 98 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ઋષભ પંતે 26 બોલમાં 39 રન, હનુમા વિહારીએ 31 રન અને વિરાટ કોહલીએ 23 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા વધુ કંઈ કરી શક્યો ન હતો અને 25 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.

Most Popular

To Top