Entertainment

‘ધ કાશ્મીર ફાઇલ્સ’: વડાપ્રધાન મોદીએ ફિલ્મને વખાણી, ગુજરાતમાં કરમુક્ત જાહેર કરાઈ

ગાંધીનગર : વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ The Kashmir files)ફિલ્મ (Film) થિયટરમાં રિલીઝ (Release) થતાની સાથે જ ખૂબ ચર્ચામાં રહી છે. ગુજરાત સરકારે (Gujarat Government) ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ માટે એક મહત્તવનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ગુજરાતમાં કરમુક્તિ (Tax free) જાહેર કરી છે. હાલમાં જ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમ મોદી (PM Modi) સાથે મુલાકાત લીધી હતી. ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે મુલાકાતની તસવીરો શૅર કરી હતી. તેમજ પીએમ મોદીએ આ ફિલ્મના વખાણ કર્યા હતા. ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. તેમજ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પણ ફિલ્મના વખાણ કર્યા હતાં.

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચે સિનેમાઘરમાં રિલિઝ થઈ હતી. ફિલ્મ અંગે જાહેર જનતા જ નહિં પરંતુ પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તારીફ કરી હતી. આ અંગે સીએમઓ દ્વારા ટ્વીટ કરીને જણાવાયુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે હરિયાણા, મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે.

ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમ મોદી સાથે થયેલી મુલાકાતની તસવીરો શૅર કરતા લખ્યું કે માનનીય વડાપ્રધાન મોદીજીને મળીને ઘણું જ સારું લાગ્યું. આ મુલાકાત વધુ ખાસ એટલા માટે હતી, કારણ કે તેમણે ફિલ્મના વખાણ કર્યાં. આ ફિલ્મને પ્રોડ્યૂસ કરવાનો ગર્વ છે. થેંક્યૂ મોદી જી.’ પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલની પોસ્ટ શેર કરીને ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘અભિષેક મને પણ ઘણો જ આનંદ થાય છે. તમે ભારતના સૌથી પડકાર જનક સત્યને પ્રોડ્યૂસ કરવાની હિંમત કરી છે.’

11 માર્ચે રિલિઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બીજા દિવસે બોક્સ ઓફિસ પર 8.50 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર ફિલ્મે પહેલા દિવસે 3.55 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે બીજા દિવસે 139.44% વધુ કમાણી કરી. ફિલ્મે બે દિવસમાં 12.05 કરોડની કમાણી કરી છે.

Most Popular

To Top