Entertainment

ફેમસ હિરોઈનની ચોરીના આરોપ હેઠળ ધરપકડ, લોકોના પર્સ કાપતા રંગેહાથ ઝડપાઈ

કોલકત્તા: પૈસા, પ્રતિષ્ઠા બધું જ હોવા છતાં ક્યારેક લોકો એવા ગુના કરી બેસતા હોય છે જેના લીધે તેમની સમાજમાં બદનામી થતી હોય છે. બંગાળની લોકપ્રિય અભિનેત્રી (Actress) સાથે આવું જ થયું છે. આ અભિનેત્રીની પોલીસ (Police) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં આવી છે. તેની પર ચોરીનો (Thief) આરોપ છે. લોકોના પર્સની (Purse) ઉઠાંતરી કરતી આ હિરોઈન (Heroin) સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બંગાળની (Bangal) ફિલ્મ (Film) ઈન્ડસ્ટ્રીમાં (Industry) ટોચની હિરોઈનોમાં સામેલ અને લોકપ્રિય અભિનેત્રી રૂપા દત્તાના (Rupa Dutta) ચાહકો માટે આંચકાજનક સમાચાર બહાર આવ્યા છે. અહેવાલ અનુસાર રૂપા દત્તાની પર્સ ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કોલકત્તામાં આયોજિત આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા દરમિયાન રૂપા દત્તા ચોરી કરતા રંગેહાથ પકડાઈ છે. અહીંના બિઘાન નગર પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે તા. 12મી માર્ચના રોજ રૂપા દત્તાની ધરપકડ કરવામાં આવી છે. મેળાના ડસ્ટબિનમાં તે બેગ ફેંકી રહી હતી ત્યારે તેને જોઈને પોલીસને શંકા ગઈ હતી, જેથી અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે ચોરીનો ખુલાસો થયો હતો.

Rupa Dutta Photos | Images of Rupa Dutta - Times of India

પોલીસ દ્વારા એક્ટ્રેસની બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી અનેક પર્સ મળી આવ્યા હતા. જેમાં કુલ 75 હજાર રૂપિયા રોકડા હતા. પૂછપરછમાં રૂપા દત્તાએ પોતે મેળામાં લોકોના પર્સ ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. આટલું જ નહીં રૂપા દત્તાએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે, તે અલગ અલગ મેળામાં, ઈવેન્ટ્સમાં અને ભીડવાળી જગ્યામાં લોકોની પર્સ ચોરી કરે છે. અત્યાર સુધી જેટલાં પર્સ ચોર્યા અને તેમાંથી જેટલા રૂપિયા મેળવ્યા તેનો હિસાબ રાખતી એક ડાયરી પણ રૂપા દત્તા પાસેથી મળી આવી છે.રૂપા દત્તા પર્સ ચોરી કરતી હોવાની વાત બહાર આવતા જ ચાહકો આઘાત પામ્યા છે.

What are you talking about Actress arrested in pickpocketing case, which  actress committed theft ?, what exactly is the case? | What are you talking  about Actress arrested in pickpocketing case which

રૂપાએ અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂક્યો હતો
તમને જણાવી દઈએ કે રૂપા દત્તા એ જ અભિનેત્રી છે જેણે વર્ષ 2020માં બોલિવુડના ડિરેક્ટર-પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મુક્યો હતો. તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી, જેમાં અનુરાગ સાથેની વાતચીતના સ્ક્રિન શોટ શેર કર્યા હતા. રૂપા દત્તાની કારકિર્દીની વાત કરીએ તો તે સિરિયલ જય મા વૈષ્ણોદેવીમાં જોવા મળી હતી. ઉપરાંત તે પોતાની એક્ટિંગ એકેડમી પણ ચલાવે છે.

Most Popular

To Top