Entertainment

ભારે વિવાદ વચ્ચે પઠાન ફિલ્મના ગીત બેશરમ રંગમાંથી હટાવી દેવાયા દિપીકાના આ સીન

દેશના અનેક શહેરોમાં પઠાન ફિલ્મને (Pathan Movie) લઈને સતત વિરોધ ચાલી રહ્યો છે. 25 જાન્યુઆરીએ (January) આ ફિલ્મ રિલીઝ (Film Release) થવાની છે. ફિલ્મનો એક તરફ વિરોધ (Protest) થઈ રહ્યો છે તો બીજી તરફ ફિલ્મનું ભારે એડવાન્સ બુકિંગ પણ થઈ રહ્યું છે. દરમ્યાન ફિલ્મમાંથી કેટલાક ડાયલોગ (Dialogue) અને કેટલાક સીન ખસેડી દેવામાં આવ્યા છે. ત્યારે ગીત બેશરમ રંગમાંથી પણ દિપીકાના કેટલાક હોટ શોટ્સ ખસેડી દેવાયા હોવાની માહિતી મળી છે.

સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ ફિલ્મ નિર્માતાઓને ‘બેશરમ રંગ’ ગીત તેમજ ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો હટાવીને નવી કોપી સબમિટ કરવા કહ્યું છે. આ પછી પ્રસૂન જોશીએ પણ એક નિવેદનમાં કહ્યું કે બોલિવૂડના નિર્માતાઓએ દેશની આસ્થા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવવી જોઈએ. ફિલ્મ નિર્માણ દરમિયાન થોડી વધુ સંવેદનશીલતા જાળવી રાખવાની જરૂર છે.

પઠાન ફિલ્મમાં કેટલાક મોટા બદલાવ કરવામાં આવ્યા છે. ખાસ કરીને બેશરમ રંગ ગીતમાં સેન્સર બોર્ડે કેટલાક દૃશ્યો ખસેડ્યા છે. દીપિકાના ક્લોઝ અપ શોટ્સ તેમજ સાઈડ સીનને પણ ગીતમાંથી ખસેડી દેવામાં આવ્યા છે. ગીતમાં દીપિકાના કેટલાક અન્ય ક્લોઝ અપ શોર્ટસને હટાવવામાં આવ્યા છે. બહુત તંગ કિયા.. વાળા શબ્દો પર દેખાડવામાં આવેલા સીનને બદલવામાં આવ્યા છે. તો કેટલાક શબ્દો પર પણ કાતર ચલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફિલ્મમાં 13 જગ્યાએ PMO શબ્દનો સમાવેશ કરાયો હતો તેને ખસેડવામાં આવ્યો છે. તપાસ એજન્સી ‘રો’ ની જગ્યાને ‘હમારે’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘મિસિસ ભારતમાતા’ને બદલે ‘હમારી ભારતમાતા’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર પઠાને જર્મનીમાં રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ કર્યું છે. શોના પહેલા દિવસના તમામ શો હાઉસફુલ થઈ ગયા છે. વેપાર વિશ્લેષકોનું માનવું છે કે આ શાહરૂખનો વૈશ્વિક સ્ટાર બનવાનો ક્રેઝ દર્શાવે છે. જો કે ભારતમાં હજુ સુધી એડવાન્સ બુકિંગ શરૂ થયું નથી. પરંતુ એવો અંદાજ છે કે પઠાન દેશમાં પણ બમ્પર ઓપનિંગ મેળવશે. તેનું કારણ એ પણ છે કે શાહરૂખ ખાન ચાર વર્ષ પછી પડદા પર વાપસી કરી રહ્યો છે.

રિપોર્ટસ અનુસાર ફિલ્મ જોવા માટે બર્લિન, અસેન, ડેમટોર, હાર્બર્ગ, હેનોવર, મ્યુનિક અને ઓફેનબેકમાં ઓછામાં ઓછા સાત થિયેટરોમાં રેકોર્ડ દર્શકો જોવા મળે તેવી અપેક્ષા છે. એક ટ્વિટર યુઝરે એવો પણ દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી પહેલા કેનેડામાં પઠાન માટે એક પણ ટિકિટ ઉપલબ્ધ નથી કારણ કે તમામ એડવાન્સ બુકિંગમાં વેચાઈ ચૂકી છે.

સલમાન અને કેટરીના ‘પઠાન’માં કેમિયો કરશે
‘પઠાણ’માં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. યશ રાજ ફિલ્મ્સની જાસૂસી યુનિવર્સ હેઠળ નિર્મિત આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફની કેમિયો ભૂમિકાઓ છે. આ ફિલ્મમાં સલમાન અને કેટરિના ‘ટાઈગર ફ્રેન્ચાઈઝી’ના પાત્રો ટાઈગર અને ઝોયા તરીકે જોવા મળશે.

Most Popular

To Top