Sports

આવતીકાલે ભારત પાકિસ્તાનની મેચમાં ટ્વીસ્ટ, પાકિસ્તાનના પ્લોયરો જ ભારત નથી આવ્યા

નવી દિલ્હી: નવ શહેરોમાં 5 થી 17 ડિસેમ્બર દરમિયાન ટીમ બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ 2022 રમાવા જઈ રહ્યો છે. આ સમયે પાકિસ્તાનને એક મોટો ઝટકો મળ્યો છે. પાકિસ્તાનનો (Pakistan) એક પણ પ્લેયર (Player) મેચ રમવા માટે ભારત (India) આવી શકશે નહિં. જણાવી દઈએ કે 7 ડિસેમ્બર બુધવારના રોજ ભારત પાકિસ્તાનની મેચ (Match) રમાવા જઈ રહી હતી. બ્લાઈન્ડ ક્રિકેટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CABI)ના પ્રમુખ જીકે મહંતેશે આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓના વિઝા ભારતે રિજેક્ટ કરી દીધા છે. તેઓએ જણાવ્યું કે અમે અમારા તરફના તમામ પ્રયત્નો કર્યા પરંતુ અમને વિઝા મળી શકયા નહિ, જો કે આ અમારા હાથમાં પણ નથી કારણકે આ નિર્ણય સરકારનો હોય છે. જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં ભારતે નેપાળ સામેની પ્રથમ મેચમાં નેપાળને 274 રને માત આપીને શાનદાર શરૂઆત કરી હતી. શેડ્યૂલ મુજબ ભારત-પાકિસ્તાન મેચ 7 ડિસેમ્બરે યોજાવાની હતી, પરંતુ હવે આ શક્ય બનશે નહીં.

આ ધટના પછી પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલનું નિવેદન પણ સામે આવ્યું છે. પીબીસીસીએ કહ્યું છે કે ‘આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ પાકિસ્તાનની ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે. વધારામાં તેઓએ જણાવ્યું કે પાકિસ્તાને 2012 અને 2017માં છેલ્લી બે આવૃત્તિઓમાં રનરઅપ રહ્યું હતું અને 2021 અને 2022માં ત્રિકોણીય શ્રેણી દરમિયાન સતત પાંચ વખત ડિફેન્ડિંગ T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતને હરાવ્યું હતું. આ સાથે તેણે બંને ટૂર્નામેન્ટ પણ જીતી પણ હતી. તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને ભારત બ્લાઇન્ડ વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે તો પાકિસ્તાનની ટીમના વર્તમાન ફોર્મને જોતા, તેમની પાસે વર્લ્ડ કપ જીતવાની સુવર્ણ તક છે. પીબીસીસીએ કહ્યું કે ઉપલબ્ધ માહિતી અનુસાર વિદેશ મંત્રાલયે રાજકીય આધાર પર પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટને ભારત જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

પીબીસીસીએ જણાવ્યું કે ભારતના બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશને તેની સરકારને પાકિસ્તાન ટીમ માટે વિઝાની મંજૂરી માટે વિનંતી કરી હતી પરંતુ તે નિરર્થક ગઈ હતી. વિઝા ન મળવાના કારણે રોષે ભરાયેલા પીબીસીસીએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પ્રત્યે વર્તમાન ભારત સરકારની નફરત જોવા મળી રહી છે. આ સરકાર દેશોને રમત રમવા માટે સમાન તકો પ્રદાન કરતી નથી. આ ભેદભાવપૂર્ણ વલણની વૈશ્વિક બ્લાઈન્ડ ક્રિકેટ પર ગંભીર અસર પાડશે. વઘારામાં જાણકારી મળી આવી છે કે PBCC વર્લ્ડ બ્લાઈન્ડ ક્રિકેટમાં તેની સામે કડક પગલાં લેશે અને ભારતને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની યજમાની કરવા દેશે નહીં.

Most Popular

To Top