Dakshin Gujarat

‘તેરી હાલત ભી વિધાયક જૈસી કરની હૈ’: ડિંડોલીના કિશોરને હત્યાની ધમકી

પલસાણા: (Palsana) ડિંડોલી ગામે રહેતા એક પરિવારના સગીર વયનો દીકરો પલસાણાના સાંકી ગામે તેના મિત્રો (Friends) પાસે આવ્યો હતો. ત્યાંથી તે ચલથાણ ગામે આવતાં નજીવી બાબતે ત્રણ ઇસમે તેને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપતાં આ અંગે કડોદરા પોલીસે (Police) ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.

  • ‘તેરી હાલત ભી વિધાયક જૈસી કરની હૈ’: ડિંડોલીના કિશોરને હત્યાની ધમકી
  • ચલથાણમાં મોબાઇલ લેવા મુદ્દે માથાકૂટ થતાં ત્રણ ઇસમે વિડીયો મોકલી ધમકી આપી
  • વિધાયકનું અકસ્માતમાં મોત થતાં લવકુશના પરિવારે પોલીસનું શરણું લીધું

મળતી માહિતી અનુસાર ડિંડોલી સ્થિત લક્ષ્મણનગ૨માં ૨હેતા અને મૂળ યુપીના એક પરિવારનો ૧૬ વર્ષીય દીકરો લવકુશ બિરેન્દ્ર યાદવ પલસાણાના તુંડી ગામે રહેતા તેના મિત્ર વિધાયક યાદવને મળવા ગયો હતો. ત્યાંથી અંકિત યાદવ તેમજ રવિ (રહે., ડિંડોલી) તેમજ કડોદરાના ઉમેશના ઘરે ગયા હતા. લવકુશના મિત્ર વિધાયકને તેના વતન લગ્નમાં જવાનું હોવાથી તેઓ તમામ મિત્રો ચલથાણ ગામે નેશનલ હાઇવેની બાજુ પર આવેલા સર્વિસ રોડ પર આવ્યા હતા. ત્યારે વિધાયકનો મોબાઇલ ક્યાંક મુકાઇ ગયો હોવાથી તે મોબાઇલ લેવા માટે તેણે લવકુશને જણાવ્યું હતું. ત્યારે તેણે જવાની ના પાડતાં ઉમેશ, અંકિત અને રવિએ ઉશ્કેરાઇ જઇ તેને માર મારતાં વિધાયક વચ્ચે પડી ઝઘડો શાંત કરાવવાની કોશિશ કરતો હતો. ત્યારે તેણે મારામારીનો વિડીયો બનાવ્યો હતો. અને ઉમેશ, અંકિત યાદવ અને રવિએ લવકુશ અને વિધાયકને માર માર્યો હતો.

ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં લવકુશ તેના ઘરે ગયો હતો. અને તેના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે તેના મોબાઇલ ફોન ઉપર ઉમેશે વિડીયો મોકલ્યો હતો. જેથી ‘તેરી હાલત ભી વિધાયક જૈસી કરની હૈ’ એમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એ જ રાતે વિધાયકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેની જાણ લવકુશના પરિવારને થતાં તેમણે આ અંગે કડોદરા પોલીસમથકે ૩ ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.

દિગસમાં દવાખાને જતાં માતા-પુત્રને અકસ્માત, પુત્રનું મોત
કામરેજ: કામરેજના દેલાડ ગામે ખડકી ફળિયામાં રહેતો 24 વર્ષીય યુવાન આકાશ સુરેન્દ્રસિંહ દેસાઈ પાંચ દિવસ અગાઉ સાંજના 4 કલાકે માતા જ્યોતિબેનને લઈને દિગસ દવાખાને બતાવવા માટે જવાનું હોવાથી સંબંધીની મોપેડ નં.(જીજે 05 પીજે 8148) લઈ ગયા હતા. દિગસ ગામના ગેટ પાસે આવતાં રોડની સાઈડમાં મોપેડ ઊભી રાખી હતી. ત્યારે રોંગ સાઈડમાં મોટરસાઈકલ નં.(જીજે 05 એફએસ 3810)નો ચાલક મનીષ ઉર્ફે કાળુ સુરેશ રાઠોડ (હાલ રહે.,મોતા, તા.બારડોલી, મૂળ રહે.,ગોચર ફળિયું, દિગસ) આકાશની સાથે અથડાવી દેતાં આકાશને માથા તેમજ જમણા હાથમાં ફેક્ચર અને ગંભીર ઈજાને કારણે બેભાન થઈ જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતાં સોમવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે કામરેજ પોલીસે મરનાર આકાશના કાકા ઈન્દ્રજીતસિંહ દેસાઈની મો.સા. ચાલક મનીષ સામે ફરિયાદ આપી હતી.

Most Popular

To Top