Gujarat Election - 2022

બીજા તબક્કાની 93 બેઠક માટે મતદાન વધીને 65.30 ટકા થયું

ગાંધીનગર: રાજ્યમાં બીજા તબક્કામાં 93 બેઠક માટે મતદાનના સત્તાવાર આંકડા મંગળવારે સાંજે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા છે, જેમાં મતદાન વધીને 65.30 ટકા જેટલું થયું છે. પહેલા તબક્કાની 89 બેઠક માટે પણ 63.31 ટકા મતદાન થયું હતું. જે 2017માં પહેલા તબક્કામાં 66.79 ટકા જેટલું હતું. બીજા તબક્કામાં સૌથી વધારે બનાસકાંઠા જિલ્લાના થરાદ બેઠક પર 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું દાહોદમાં ગરબાડા બેઠક પર 50.12 ટકા જેટલું થયું છે. ગઈકાલે મતદાન દરમિયાન અમદાવાદ શહેરમાં ઓછું મતદાન થતાં ભાજપ તથા કોંગ્રેસમાં અચાનક દોડધામ મચી ગઈ હતી. પાર્ટીના કાર્યકરો તથા સિનિયર અગ્રણીઓ વધુ મતદાન થાય એ માટે સતત પ્રયાસો કરી રહેલા જોવા મળ્યા હતા. બીજા તબક્કામાં 833 જેટલા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, તે તમામ ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે.

182 બેઠક માટે ગુજરાતમાં 64.33 ટકા મતદાન, 2017માં 69.01 ટકા મતદાન થયું હતું
ગાંધીનગર: રાજ્યમાં તા.1 ડિસે. તથા 5મી ડિસે.ના રોજ એમ બે તબક્કામાં 64.33 ટકા જેટલું મતદાન થયું છે. જે ગત 2017ની ચૂંટણીના (Election) મતદાનની સાથે સરખામણી કરતાં તેમાં 4.68 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ 69.01 ટકા જેટલું મતદાન (Voting) બે તબક્કામાં થયું હતું. આમ આ વખતે 2017ની સરખામણીએ 4.68 ટકા મતદાન ઘટ્યું છે. ક્યાંક એવી છાપ ઉપસીને બહાર આવી રહી છે કે ભાજપના (BJP) કટ્ટર મતો જ પડ્યા નથી. મંગળવારે સાંજે ચૂંટણી પંચે સત્તાવાર આંકડા જાહેર કર્યા છે, જેમાં બીજા તબક્કાની 93 બેઠક માટે 65.30 ટકા જેટલું મતદાન થયું છે. જે 2017ની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 69.96 ટકા જેટલું હતું. બીજા તબક્કામા થરાદ બેઠક પર 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું 50.12 ટકા મતદાન થયું છે. પહેલા તબક્કાની 89 બેઠક માટે તા.1 ડિસે.ના રોજ 63.31 ટકા મતદાન થયું હતું. જ્યારે 2017માં પહેલા તબક્કાની 89 બેઠક માટે 66.79 ટકા જેટલું મતદાન થયું હતું.

Most Popular

To Top