National

હું તેને સ્વીકારીશ નહિ, અમે તેની શકલ પણ જોવા નથી માંગતા..અંજુના પતિ-બાળકોએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી: આજકાલ ભારત (India) અને પાકિસ્તાનીઓ (Pakistan) વચ્ચની પ્રેમ કહાનીઓએ (Love Story) જોર પકડ્યું છે. જેમ સીમા હૈદર (Seema Haider) તેના પ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવી, તેવી જ રીતે ભારતીય મહિલા અંજુ તેના ફેસબુક ફ્રેન્ડ માટે પોતના પતિ અને બે બાળકોની પરવાહ કર્યા વિના ખોટું બોલીને પાકિસ્તાન પહોંચી હતી. જે બાદ પાકિસ્તાનથી અંજુ અને નસરૂલ્લાના નિકાહનામું સામે આવે છે. જેમાં અંજુએ ફાતિમા બની ઇસ્લામ ધર્મ અપનાવ્યું છે. તેમ છતાં હજી પણ અંજુ તેના અને નસરૂલ્લાના લગ્નની વાતનો ઇનકાર કરી રહી છે. જે મુદ્દે અંજુનો પતિ અને તેના બાળકોએ નારાજગી વ્યક્ત કરી છે.

અંજુ અને નસરૂલ્લાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અંજુના પતિ અરવિંદે જણાવ્યું છે કે તેમના બાળકોએ કહ્યું કે પપ્પા તમને ચિંતા કરવાની કોઇ જરૂર નથી, જે થયું તે સારું જ થયુ છે. અરવિંદે વધુમાં કહ્યું કે અંજુ ખોટું બોલીને પાકિસ્તાન ગઇ છે. જો તે પરત ફરશે તો પણ તેઓ અંજુને સ્વીકારશે નહિ. તેણી પોતાની ઇચ્છાથી નસરૂલ્લા પાસે ગઇ છે, તેણે અહીં કોઇને પણ આ વિશે જાણ કરી ન હતી. બાળકો વતી અરવિંદે કહ્યું કે બંને બાળકો તેમની માતાથી ખૂબ નારાજ છે, દીકરીએ તો એમ પણ કહ્યું છે કે તેમની માતાને ભારત પરત આવવાની કોઇ જરૂર નથી. અમે તેમની શકલ પણ જોવા માંગતા નથી. અંજુએ તેના પતિ સાથેના સંબંધો વિશે વાત કરતા કહ્યું હતુ કે તેણી તેના પતિ સાથે ખુશ ન હતી. આ વાતને નકારતા અરવિંદે જણાવ્યું કે તેની અને અંજુ વચ્ચેના સંબંધો સારા હતા. કોઈ લડાઈ નહોતી. દરેક પતિ-પત્ની વચ્ચે કોઈને કોઈ ઝઘડો થાય છે. તેણે કહ્યું કે હું ક્યાંય ગાયબ નથી થયો. હું મીડિયાથી બચવા માંગતો હતો. હું થાકી ગયો છું. મારી તબિયત સારી નથી.

જ્યારે અરવિંદને પૂછવામાં આવ્યું કે અંજુના પિતાએ કહ્યું હતું કે દીકરી જિદ્દી છે, જે ઈચ્છે છે તે કરે છે, પરંતુ લગ્ન નહીં કરે. તેના પર અરવિંદે કહ્યું કે સોશિયલ મીડિયામાં જે દેખાઈ રહ્યું છે તે મુજબ તેણે લગ્ન કરી લીધા છે. અહીં પણ તે જૂઠું બોલી રહી હતી, ત્યાંથી પણ તે જૂઠું બોલી રહી છે. તેણી બધું કરી રહી છે. તેણે બાળકો સાથે પણ વાત કરી, તેમની સાથે પણ ખોટું બોલી રહી છે. અરવિંદે જણાવ્યું કે અંજુને ઘણી શોખીન હતી. ઘણી ખર્ચાળુ હતી. તેના પર દેવું પણ હતું. અરવિંદે કહ્યું કે પરિવારમાં બધાએ સમજાવ્યું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. અંજુના વર્તન પર અરવિંદે કહ્યું કે તે જે કરવાનું નક્કી કરે છે તે કરે છે.

અરવિંદે કહ્યું કે અંજુ હજુ પણ કહી રહી છે કે તેણે લગ્ન નથી કર્યા તો તે ખોટું બોલીને અહીંથી કેમ ગઈ છે. તેના શબ્દો પર કેવી રીતે વિશ્વાસ કરવો. અંજુ હંમેશા એકલી જ ફરતી હતી. અરવિંદે કહ્યું કે પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસનો હોય છે, મેં ક્યારેય તેનો મોબાઈલ ચેક કર્યો નથી. જો કે વચ્ચે રજા લઈને તે દિલ્હી જતી હતી. તે બાળકોના કામના બહાને જતી હતી. અરવિંદે કહ્યું કે જે પ્રેમમાં પાગલ થઈ જાય છે તે આવું જ કરે છે. તેમ છતાં મારી દીકરી વારંવાર કહે છે કો પપ્પા તમે ચિંતા કરશો નહીં અમે તમારી સાથે છીએ.

Most Popular

To Top