Sports

ઇન્ડોનેશિયાને 16-0થી કચડી ભારત એશિયા કપ હોકીના સુપર ફોરમાં, પાકિસ્તાન આઉટ

જૈાકાર્તા : ભારતની (India) યુવા મેન્સ હોકી (Hockey) ટીમે આજે અહીં રમાયેલી એશિયા કપ હોકી ટૂર્નામેન્ટની ગ્રુપ મેચમાં (Group Match) ઇન્ડોનેશિયાને 16-0થી હરાવીને સુપર ફોર માટે ક્વોલિફાઇ કરી લીધું હતું. આ જીતની સાથે જ જ્યારે ભારતીય ટીમે નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો તેની સાથે જ પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી આઉટ થઇ ગયું હતું. પુલ-એમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમના પોઇન્ટ એકસરખા 4-4 રહ્યા હતા અને બંને ટીમ જાપાનથી પાછળ રહી હતી. ડિફેન્ડીંગ ચેમ્પિયન ભારતે જો કે સારા ગોલ માર્જીનને કારણે સુપર ફોરમાં સ્થાન મેળવ્યું હતું અને પાકિસ્તાન ફેંકાઇ ગયું હતું.

  • સુપર ફોરમાં પહોંચવા માટે ભારતે ઇન્ડોનેશિયાને 15-0થી હરાવવાની જરૂર હતી, ભારતની જીતની સાથે જ પાકિસ્તાન જાપાન સામે હારતા ટૂર્નામેન્ટમાંથી ફેંકાઇ ગયું
  • ભારત વતી દીપસાન ટિર્કીએ 5, સુદેવ બેલિમાગાએ 3, એસવી સુનિલ, પવન રાજભર, કાર્તિ સેલવમે 2-2 જ્યારે ઉત્તમ સિંહ અને નીલમ સંદીપે 1-1 ગોલ કર્યો

ભારતે સુપર ફોર નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે ઇન્ડોનેશિયાને 15-0 કે તેનાથી વધુ ગોલ માર્જીનથી હરાવવાની જરૂર હતી. ડિફેન્ડીંગ ચેમ્પિયન ભારત વતી દિપસાન ટિર્કીએ પાંચ, સુદેવ બેલિગામાએ 3 ગોલ કર્યા હતા, જ્યારે અનુભવી એસવી સુનિલ, પવન રાજભર અને કાર્તિ સેલવમે 2-2 તેમજ ઉત્તમ સિંહ અને નીલમ સંદીપ સેસે 1-1 ગોલ કર્યા હતા. આ પહેલા ગુરૂવારે રમાયેલી એક અન્ય મેચમાં જાપાને પાકિસ્તાનને 3-2થી હરાવ્યું હતું.

આજની બંને મેચ પહેલા જે સમીકરણ હતા તે અનુસાર ભારતે ઇન્ડોનેશિયા સામે મોટા માર્જીનથી મેચ જીતવાની હતી અને સાથે જ પાકિસ્તાન જાપાન સામે હારે તેવી પ્રાર્થના કરવાની જરૂર હતી. ભારતીય ટીમ આ મેચ પહેલા પુલ એમાં જાપાન અને પાકિસ્તાન પછી ત્રીજા સ્થાને હતી. ભારત માટે સારી વાત એ પણ રહી હતી કે પાકિસ્તાન અને જાપાન વચ્ચેની મેચ તેમની મેચ પહેલા હતી અને તેના કારણે ઇન્ડોનેશિયા સામે કેટલા માર્જીનથી જીતવું તેનો સાચો અંદાજ તેમની પાસે હતો.

Most Popular

To Top