Gujarat

મુંદ્રા પોર્ટ ઉપર ઈરાનથી આવેલા મીઠાના કન્ટેનરમાંથી દુર્ગંધ આવતાં ઓપરેશન નમક હાથ ધરાયુ અને મળ્યું..

ગાંધીનગર: મુંદ્રા પોર્ટ (Mundra Port) પર રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે ઓપરેશન (Operation) નમક હાથ ધરીને પોર્ટ પર ઈરાનથી આવેલા કન્ટેનરમાંથી 500 કરોડનું કોકેઈન (Cocaine) પકડી પાડ્યું હતું. હજુયે મુંદ્રા પોર્ટ પર ચકાસણી ચાલુ જ છે.

ડીઆઈઆઈને માહિતી મળી હતી કે, ઈરાનથી આવેલા 1000 કોથળા ભરીને ઈરાનથી મીઠુ આયાત કરાયું હતું. જેમાં ડ્રગ્સ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવા માટે ઓપરેશન નમક હાથ ધરાયું હતું. આ તપાસ દરમિયાન મીઠુ ભરેલા કેટલાક કોથળામાંથી દુર્ગંધ આવતી હતી. જેના પગલે આ કોથળામાં રહેલા પદાર્થની તપાસ કરતાં તેમાં કોકેઈન હોવાનું ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો હતો. જેથી ડીઆરઆઈ દ્વારા 52 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત 500 કરોડ થવા જાય છે. આ સમગ્ર ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલા માફિયાઓને ઝડપી લેવા માટે રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા તપાસ તેજ બનાવાઈ છે.

સમગ્ર દેશમાંથી ડીઆરઆઈ દ્વારા 3200 કરોડનું 321 કિલો કોકેઈન જપ્ત કરી લેવાયું છે. હજુ ગત મહિને જ ડીઆરઆઈ દ્વારા કંડલા પોર્ટ પરથી 205 કિલો હેરોઈન, પીપાવાવ પોર્ટ પરથી કાથાની દોરી પર હેરોઈનનો પ્રવાહી ચઢાવવા સાથે 395 કિલો હેરોઈન, 61 કિલો સોનું નવી દિલ્હીના એરપોર્ટ પરથી જપ્ત કરાયું છે.

જાણીતા ટાઈલ્સ ઉત્પાદક કંપનીમાં આયકરના દરોડા : 10 કરોડ રોકડા મળ્યા
ગાંધીનગર: અમદાવાદ તથા મોરબીમાં મોટુ નામ ધરાવતા જાણિતી ટાઈલ્સ ઉત્પાદક ગ્રુપ સામે આયકરની દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે. જેના પગલે આયકર વિભાગ દ્વારા મોડી સાંજ સુધીમાં 10 કરોડ રોકડા જપ્ત કરી લેવાયા છે. જ્યારે કંપનીના સંચાલકોના બેન્ક લોકરો પણ સીલ કરી દેવાયા છે.

  • રાજ્યભરમાં અમદાવાદ, હિંમતનગર, સુરત તથા મોરબી સહિત 40 સ્થાનો પર દરોડા, બેન્ક લોકર સીલ કરાયા
  • રાજકીય સંબંધો ધરાવતી પાવર બ્રોકર મહિલા પણ આયકરની ઝપટમાં આવી ગઈ

આયકર વિભાગ દ્વારા એશિયન ગ્રેનિટો ટાઈલ્સ ગ્રુપ સામે દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ છે. રાજ્યભરમાં અમદાવાદ, હિંમતનગર, સુરત તથા મોરબી સહિત 40 સ્થાનો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગ્રુપના સંચાલકો કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ તથા મુકેશ પટેલ સામે સર્ચ ચાલી રહી છે. ગ્રુપના સંચાલકોની ઓફિસ તથા તેમના નિવાસસ્થાન ખાતે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ ગ્રુપને ફાઈનાન્સ કરનાર અમદાવાદની જાણિતી પાવર બ્રોકર મહિલા કે જેને સત્તાધારી ભાજપના એક પીઢ નેતા સાથે સંબંધો છે, તેની સામે તથા ત્રણ જેટલા ફાઈનાન્સરો સામે પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. દરોડાની કાર્યવાહી દરમ્યાન 12 બેન્ક લોકરો સીલ કરાયા છે. બે હિસાબી વ્યવહારો પણ તપાસ દરમ્યાન ધ્યાને આવ્યા છે.

Most Popular

To Top