Gujarat

…એક કા હાલ દેખા હૈ ઔર, અભી તેરે જેસો કા બાકી હૈ…લખી પાદરા તાલુકાના ભાજપના ઉપપ્રમુખને મળી ધમકી

વડોદરા: દેશમાં નુપુર શર્માના (Nupur Sharma) વિવાદીત નિવેદની હિંસા અટકતી નથી જોવા મળી. દેશમાં દરેક રાજ્યોનાં શહેરોમાં નુપુર શર્માના નિવેદનથી હિંસા ફાટી નીકળી છે. રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં (Udaipur) નુપુર શર્માના સમર્થને લગતી એક પોસ્ટ કરવાથી એક દરજીની તેની જ દુકાનમાં જઈ હત્યા (Murder) કરી દેવામાં આવી હતી. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) પણ હિંસાની આગ ભડકતી લાગી રહી છે. કનૈયાલાલની હત્યાના સંદર્ભમાં પોસ્ટ કરનાર વડોદરાના (Vadodara) પાદરા (padra) તાલુકાના ડબકા ગામના રહેવાસી નિલેશસિંહ જાદવને પણ સોશિયલ મીડિયા પર ધમકી મળી હતી. ડબકાના યુવકને ધમકી મળતી જિલ્લામાં ખળભળાત મચી ગયો છે.

રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કનૈયાલાલની હત્યાના સંદર્ભમાં વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામના રહેવાસી અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવએ પોસ્ટ કરી હતી જેનો જવાબમાં તેને ધમકી મળી હતી. જેમાં લખ્યું હતું કે એક કા હાલ દેખા હૈ ઔર તેરે જેસો કા બાકી હૈ…ધમકી મળતા જ નિલેશસિંહે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધમકી આપનાર સુબુર ચૌધરીની વિગતો મંગાવવા માટે ફેસબુક પાસે વિગતો મંગાવી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે નિલિશસિંહને પોલીસ બંદોબસ્ત આપવા માટે જણાવ્યું હતું પરંતુ તેણે ના કહી દીધું હતું.

શું લખી ધમકી આપી
અબ્દુલ સુબુર ચૌધરી નામના વ્યક્તિએ લખ્યું હતું કે, લગ ગઇ…….મીરચી……..તું દેખ રહા હૈ કોન કિસકા બાપ હૈ, એક કા હાલ દેખા હૈ ઔર, અભી તેરે જેસો કા બાકી હૈ…….યાદ રખે. પાદરા તાલુકાના ડબકા ગામના રહેવાસી અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને ધમકી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 29 જૂને સોશિયલ મીડિયા પર સૌરવકુમાર ખિચારની એક પોસ્ટ નિલેશસિંહે જોઈ હતી જેમાં લખ્યું હતું કે ‘ઉદયપુર જૈસી ઘટના ભારત દેશ મેં? અફઘાનિસ્તાન, તાલીબાન, પાકિસ્તાન જૈસી ઘટના ભયાવહ હૈ, માનવતા કો શર્મસાર કરનેવાલી! આજ પહેલી ઘટના પર હી એસા સબક મિલે કે દુબારા કોઈ સોચે ભી ના, કાનૂન અપના કામ જરૂર કરેગા. આ પોસ્ટ પર નિલેશસિંહે કમેન્ટ કરી હતી કે  ‘હત્યા કરનેવાલો કો પતા થા કિ ઉનકો જેલ હોગી, લેકિન ઉસકે ખાનદાન કો કરોડો રૂપિયે મિલે હોંગે… એનઆઈએ કો હત્યારો કે પરિવાર કે સભી સદસ્ય, આસપાસ કે મૌલવીનો કો ગિરફતાર કરના ચાહીએ…, તાકી કોઈ ઇસ પૈસે કા ઇસ્તેમાલ ન કર શકે, એસે લોગ હુરોં કે લીયે નહીં બલ્કી પૈસે કે લીયે એસી ઘટના કો અંજામ દેતે હૈ…. કોઈ પત્રકાર યા નેતા બચાવ મેં આયે તો ઉસે ભી ઇસ કેસ મેં દોષી બનાયે….’

Most Popular

To Top