Editorial

નવા વર્ષમાં દુનિયામાં યુદ્ધો અટકી જવા જોઇએ અને શાંતિનો સંદેશ ફેલાવવો જોઇએ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષના હજારો લોકોના મૃત્યુ પામ્યા છે. હાલ આ યુદ્ધ શાંત પડે એવા અણસાર નથી. ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇજિપ્ત સાથેની ગાઝા પટ્ટી સરહદ પર ફરી નિયંત્રણ મેળવવાની પતિજ્ઞા લીધી છે. જેના કારણે હુમલા તેજ કરી દીધા છે.ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઈજિપ્ત અને ગાઝાની સરહદે ફિલોડેલ્ફિયા કોરિડોર બફર ઝોન અમારા નિયંત્રણમાં હોવું જોઈએ અને તેને બંધ કરી દેવું જોઈએ. તે સ્પષ્ટ છે કે, કોઈ અન્ય વ્યવસ્થા તેને ડિમિલિટરાઇઝેશનને સુનિશ્ચિત કરશે નહીં જે અમે ઈચ્છીએ છીએ.નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, યુદ્ધ ચરમસીમાએ છે અને અમે તમામા મોરચે લડી રહ્યા છે. જીત મેળવવા હજુ સમય લાગશે. ઈઝરાયલના સુરક્ષા દળો કહેવું છે કે, યુદ્ધ હજુ ઘણાં મહિના સુધી ચાલુ રહેશે.

શિયાએ યુક્રેન પર સૌથી ખતરનાક હુમલો કર્યો હતો. યુક્રેનના સૈન્ય અધિકારીઓના દાવા પ્રમાણે ૨૨ મહિનામાં આ હુમલો સૌથી ખતરનાક હતો. બેલાસ્ટિક મિસાઈલથી લઈને ડ્રોનનો ઉપયોગ કરીને રશિયન સૈન્યએ આખા દેશમાં હલ્લો બોલાવ્યો હતો. એમાં ૨૭નાં મોત થયા હતા. યુક્રેને વધુ હુમલાની ભીતિ વ્યક્ત કરીને પશ્વિમના દેશો પાસે મદદની માગણી કરી હતી. રશિયન સૈન્યએ પ્રસૃતિ ગૃહોને પણ છોડયા ન હતા. એના પર પણ હુમલા કર્યા હતા. એર ફોર્સ કમાન્ડર માયકોલા ઓલેશ્યુકે કહ્યું હતું કે રશિયાની ઘણી મિસાઈલો આકાશમાં તોડી પાડી ન હોત તો મોટો વિનાશ વેરાયો હોત.

રશિયાએ યુક્રેનના પાટનગર કીવ સહિત નિપ્રો, ધારકીવ, ઓડેસા, લવીબ જેવા સંખ્યાબંધ શહેરોને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી. યુક્રેનના દાવા પ્રમાણે રશિયાએ એક જ દિવસમાં ૧૨૨ મિસાઈલો અને ૩૬ ડ્રોનથી હુમલો કર્યો હતો. જેમાં આ શહેરોની કેટલીય ઈમારતો, હોસ્પિટલો, શાળા-કોલેજોની બિલ્ડિંગોને નુકસાન થયું છે. કેટલીય ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. આ હુમલાઓમાં યુક્રેનના ૨૭ નાગરિકોનાં મોત થયા છે અને ૧૫૦ જેટલાં લોકોને ઈજા પહોંચી છે. લગભગ ૧૮ કલાક સુધી હુમલા ચાલુ રહ્યા હતા. ઘણાં લોકો ધરાશાયી થયેલી ઈમારતોમાં ફસાઈ ગયા હોવાથી તેમને બહાર કાઢવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ઇઝરાયેલનું યુદ્ધ ગણતરીના દિવસોમાં સમાપ્ત થઇ જાય તેમ લાગતું હતું પરંતુ એવું થયું નથી એટલે આ વર્ષે પણ આ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલું રહેશે જ્યારે યુક્રેન પર તાજેતરમાં જ રશિયાએ હુમલો કરીને ફરી એક વખત સાબિત કરી દીધું છે કે, તે હજી શાંત થયું નથી. ખરેખર તો હવે આપણે જે દુનિયામાં જીવી રહ્યાં છે તેનો સમય બદલાઇ ગયો છે.

હવે કોઇની જમીન ઉપર કબજો કરવો તેવી પરંપરા રહી નથી છતાં પણ દરેક પડોશી દેશ એક બીજાના લોહીના તરસ્યા કેમ બની જાય છે તે બાબત સમજી શકાય તેવી નથી. હાલની સ્થિતિમાં કોઇ દેશને યુદ્ધ પોસાઇ તેમ નથી અને એક દેશ બીજા સાથે વ્યાપારિક સંબધો ધરાવતા હોવાથી એક યુદ્ધની અસર સમગ્ર દુનિયા ઉપર પડે છે. આગામી વર્ષમાં ભલે મધ્યપૂર્વમાં યુદ્ધનો ઓછાયો રહેશે. પરંતુ આ નવા વર્ષમાં તમામ દેશે શાંતિનો સંદેશ આપવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ.

યુદ્ધો અટકી જવા જોઇએ. કારણે કે કોઇપણ દેશ કે દુનિયા જીતવા માટે હિંસા માત્ર એક શસ્ત્ર નથી તે ગાંધીજીએ સાબિત કરીને બતાવ્યું છે. જ્યારે કોઇ ગોળી કે ગોળો બને છે ત્યારે તેના ઉપયોગથી મોત નક્કી જ છે છતાં તેના ઉત્પાદનમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં તમામ દેશોએ ભેગા મળીને નવા વર્ષમાં શાંતિનો સંદેશો પાઠવવો જોઇએ જેથી દરેક દેશ અને દરેક કોમના લોકો શાંતિથી જિંદગી જીવી શકે.

Most Popular

To Top