Madhya Gujarat

ગરબાડાના જેસાવાડા ગામે સેન્ટ્રલ બેંકના 22 ખાતેદારોના ખાતામાંથી 5 લાખ ઉપડી ગયા

દાહોદ,ગરબાડા: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે આવેલ સેન્ટ્રલ બેન્કના 22 ખાતેદારોના ખાતામાંથી રૂ .5 લાખ બારોબાર ઉપડી ગયાનો ચોંકાવનારો બનાવ બન્યો છે.જે અંગે ગરબાડા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંક મેનેજર દ્વારા સાઇબર ક્રાઇમમાં જાણ કરાઇ છે. ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારોના ખાતામાંથી તેમનીજાણ બહાર જ રૂપિયા ઉપાડી લેવામાં આવતા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું . છેલ્લા છ માસથી અત્યાર સુધી 22 ખાતેદારો ભોગ બન્યા છે પરંતુ આ મામલે અત્યાર સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી .

પાંચ લાખથી વધુ રૂપિયા ગુમાવનાર ખાતેદારો રૂપિયા પાછા મેળવવા માટે ધરમધક્કા ખાઇ રહ્યા છે . ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 30 હજાર ખાતેદારો છે . ગત માર્ચ માસથી અહીંના ખાતેદારો ઓનલાઇન ફોડના ભોગ બની રહ્યા છે . એક એક કરીને અત્યાર સુધી 22 ખાતેદારોના રૂપિયા ખાતામાંથી તેમની જાણ બહાર જ ઉપડી ગયા છે . પરંતુ અત્યાર સુધી કોઇ જ નિકાલ આવ્યો નથી . રજાના દિવસ દરમિયાન બાયોમેટ્રીકથી આ રૂપિયા ઉપાડવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે . 22 ખાતેદારોએ અત્યાર સુધી પાંચ લાખથી વધુ રૂપિયા ગુમાવી ચુક્યા છે.

Most Popular

To Top