National

બિહારમાં પુત્રની લાશ માટે માતા-પિતાએ ઘરે ઘરે જઈને ભીખ માંગી, વીડિયો વાયરલ થતાં હોસ્પિટલ સામે ફીટકાર

બિહાર: બિહાર(Bihar)ના સમસ્તીપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. જ્યાં માતા-પિતાએ પોતાના યુવાન(Yong) પુત્ર(Son)નાં પોસ્ટમોર્ટમ(Postmortem) બાદ લાશ(Death body) લેવા કર્મચારીએ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો કે આ ગરીબ માતા-પિતા પાસે એટલા પૈસા ન જેથી કર્મચારીએ લાશ આપવાની ના પાડી દીધી. જેથી પોતાના યુવાન પુત્રને છેલ્લીવાર જોવા માટે લાચાર માતા-પિતા પુત્રની લાશ લેવા માટે ઘરે-ઘરે ભીખ માંગી રહ્યા છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

25 મેના રોજ પુત્ર ગુમ થયો, 7 જુને લાશ મળી
માનવતાને શર્મસાર કરતી આ ઘટના બની છે બિહારના સમસ્તીપુર જિલ્લાની છે. જ્યાં તાજપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અહર ગામમાં મહેશ ઠાકુર રહે છે. મહેશ ઠાકુરનો 25 વર્ષીય માનસિક વિકલાંગ પુત્ર 25 મેથી ઘરેથી ગુમ થયો હતો. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પરંતુ કંઈ મળ્યું નહીં. જેથી તેઓએ પોલીસ મથકમાં પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 7 જૂને તેમને માહિતી મળી કે પોલીસે મુસરીઘરારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મેળવ્યો છે. જે બાદ તે મુસરીઘરારી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી માહિતી આપવામાં આવી હતી કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જેથી તે સદર હોસ્પિટલમાં દોડી ગયો.

માતા-પિતાએ આજીજી કરતા લાશ બતાવી
પહેલા તો પોસ્ટમોર્ટમના કર્મચારીઓએ મૃતદેહ બતાવવાની ના પાડી. બાદમાં આજીજી કરતાં તેણે લાશ બતાવી હતી. જેમની ઓળખ માતા-પિતાએ તેમના પુત્ર સંજીવ ઠાકુર તરીકે કરી હતી. જ્યારે મૃતકના પિતાએ મૃતદેહની માંગણી કરી તો કામદારે 50 હજાર રૂપિયા માંગ્યા. પોસ્ટ મોર્ટમ વર્કરે પૈસા ચૂકવ્યા ન હોવાથી મૃતદેહ પિતાને સોંપવાનો ઇનકાર કર્યો હતો.

પરિવાર એટલો ગરીબ કે પુત્રના અંતિમ સંસ્કાર કરવા પણ સક્ષમ નથી
ગરીબ માતા-પિતા પાસે પૈસા નહિ હતા. જેથી તેઓ લાચાર બનીને પૈસા વસૂલવા ભીખ માંગવા મજબૂર બન્યા હતા. જેથી તેઓએ આસપાસનાં વિસ્તારો, ગલીઓ અને મહોલ્લાઓ ફરી ફરીને પોતાની ઝોળી ફેલાવીને પુત્ર માટે ભીખ માંગી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે પરિવાર એટલો ગરીબ છે કે પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં, વિસ્તારના લોકો થોડા પૈસા આપીને મદદનો હાથ લંબાવી રહ્યા છે.

વિડીયો વાયરલ થતા તંત્રમાં ફફડાટ
આ બાબતે સિવિલ સર્જન ડૉ.એસ.કે.ચૌધરીનું કહેવું છે કે તેમને મીડિયા દ્વારા માહિતી મળી છે. આ માનવતા માટે શરમજનક છે. આ અંગે તપાસ બાદ ચોક્કસ પગલાં લેવામાં આવશે. જ્યારે વીડિયો સામે આવ્યો ત્યારે હોસ્પિટલ પ્રશાસને ઉતાવળમાં લાશને પોલીસને સોંપી દીધી. જે બાદ પરિવારે મૃતદેહ સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.

Most Popular

To Top