World

ઓસ્ટ્રેલિયામાં કિર્તીદાન ગઢવીએ દેશભક્તિના ગીતો ગાતા ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા, ભારત માતાની જય સાથે તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હી: સમગ્ર ભારતમાં (India) આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વિદેશમાં વસતા ભારતીય પણ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરી રહ્યા છે. ગુજરાતના લોકગાયક કિર્તીદાન ગઢવીએ (Kirtidan Garhvi) ઓસ્ટ્રેલિયામાં (Australia) દેશ ભક્તિના ગીતો અને ગરબાની રમઝટ બોલાવી સૌ કોઈને દેશભક્તિમય બનાવી દીધા હતા. તેમજ ‘ભારત માતા કી જય’નો જયઘોષ પણ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આઝાદી કા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયાના પર્થમાં દેશભક્તિના ગીતો લલકાર્યા હતા. દેશ ભક્તિના ગીતો સાથે ગુજરાતીઓએ ગરબાની પણ રમઝટ બોલાવી સાથે જ ‘ભારત માતા કી જય’નો જયઘોષ પણ કર્યો હતો. ગુજરાતીઓ ગરબાની સાથે સાથે દેશભક્તિના ગીતો પર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ઈવેન્ટમાં કિર્તીદાન ગઢવીએ ‘દિલ દિયા હૈ, જાન ભી દેંગે, યે વતન તેરે લીયે’, ‘યે દેશ હૈ વીર જવાનો કા’ સહિતના દેશભક્તિના ગીતો ગાતા જ ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં કિર્તીદાન ગઢવીએ પ્રિ-નવરાત્રિ શરૂઆત આઝાદી કા અમૃત મહોત્સવથી કર્યો હતો. કિર્તીદાન ગઢવીના સૂર સાથે સૌ વતનપ્રેમ અને દેશપ્રેમમાં તરબોળ થયા હતા.

ગુજરાતીઓ ગમે ત્યાં પણ વસે પરંતુ ગરબા અને પોતાના દેશ માટેનો પ્રેમ તેમના હ્દયમાં હંમેશા રહે છે. વિદેશમાં પંજાબીઓ બાદ સૌથી વધુ ગુજરાતીઓ વસે છે. વિદેશમાં રહીને પણ તેઓ ભારત માટેનો પ્રેમ અપાર રાખે છે. આ વર્ષે પીએમ મોદીની દ્વારા જાહેર કરવામાં આવેલા આઝાદીના 75 વર્ષે એટલે કે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં પણ ગુજરાતીઓ દ્વારા આ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ગુજરાતીઓના હાથમાં દાંડિયા રાસની સાથે તિરંગો પણ જોવા મળ્યો હતો. કીર્તિદાન ગઢવીના સૂર સાથે વિદેશમાં રહેતા તમામ ભારતીય રાષ્ટ્રપ્રેમમાં સૌ મુગ્ધ બન્યા હતા.

Most Popular

To Top