Gujarat

સુરતથી લાઠી જતા પરિવારને ભાવનગર હાઇવે પર નડ્યો અકસ્માત : કાળમુખો ડમ્પર ચારના જીવ ભરખી ગયો

ભાવનગર : ભાવનગર(Bhavnagar) જિલ્લાના વલભીપુર-ઉમરાળા(Valabhipur-Umrala) હાઇવે ઉપર એક ડમ્પર અને કાર વચ્ચે (Accident dumper cars) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં ઘટનાસ્થળે ત્રણ લોકોના મૃત્યુ(Three people died) થયા હતા. અન્ય એકને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત થતા અકસ્માતમાં કુલ ચાર લોકોના પરંપખેરા ઉડી ગયા છે.ભયાનક માર્ગ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થવાથી હાઇવે ઉપર મરણચિચિયારીથી ગુંજી ઉઠ્યો હતો. લાશોને બહાર કાઢવા પણ કારના પતરા તોડવા પડ્યા હતા.

ઘટના સ્થળે જ ત્રણ મોત નિપજ્યા હોસ્પિટલમાં એકનું મોત
પ્રાપ્ત જાણકરી અનુસાર આહીર પરિવાર મૂળ અમરોલીનો છે જેઓ સુરતથી પરત જઈ રહ્યો હતો. આ દરમિયાન ભાવનગરના વલ્લભીપુર ઉમરાળા હાઈવે પર ગત મોડી રાત્રે તેઓની કારને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આહિર પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. તેમજ એક ઈજાગ્રસ્તને અત્યંત નાજુક હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આમ, અકસ્માતમાં મૃત્યુ આંક ચાર પર પહોંચ્યો હતો.
કાળમુખા ડમ્પરે સર્જ્યો ભયંકર આકસ્માત
કાળમુખા બનીને આવેલ ડમ્પર આહિર પરિવારને કોળિયો કરી ગયો હતો.આ સકામત એટલો ભયાનક હતો કે નજરે જોનારને એવું લાગી રહ્યું હતું કે,વલભીપુર ઉમરાળા હાઇવેના રસ્તા ઉપર મોતનો તાંડવ થયો છે. સુરતથી પરત અમરેલી જઈ રહ્યો હતો. ત્યારે વલ્લભીપુરથી બાયપાસ રાજકોટ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં જીલુભાઈ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમ નામના કિશોરનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતના બનાવમાં અન્ય એક શુભમ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, લાશોને બહાર કાઢવા માટે કારના પતરા તોડવા પડ્યા હતા. આ અકસ્માતના પગલે હાઈવે મરણની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

ડમ્પર કુલ ચાર લોકોને ભરખી ગયો
સુરત શહેરથી પુનઃ વતન લાઠીના ઝરખીયા ગામે આખો પરિવાર રવાના થયો હતો ત્યારે કોઈને એવો ખ્યાલ હશે જહીં કે રસ્તામાં તેમને અકસ્માત નડશે.જોકે આ દરમિયાન પરિવારને વલ્લભીપુર બાયપાસ રાજકોટ રોડ પર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં સ્થળ પર જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થયા હતા, જ્યારે ગંભીર રીતે ઇજા થેયલ હાલતમાં એક સભ્યને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ મોડીરાત્રીના સમયે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વહેલી સવારે તેનું પણ મોત થતા આ અકસ્માતમાં કુલ ચાર લોકોનો ભોગ લેવાયો છે. આ બનવાને લઈ આહિર સમાજમાં શોકની લાગણી છવાઇ હતી.

Most Popular

To Top