National

મહારાષ્ટ્ર: લગ્નમાં જઈ રહેલા પરિવારને કાળ ભરખી ગયો, બાળક સહિત 6ના ઘટના સ્થળે જ મોત

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) બીડ જિલ્લામાં આઈશર ટ્રક (Truck) અને સ્વિફ્ટ કાર (Car) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં (Accident) એક બાળક સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ મોત (Death) થયા હતા. બીડના પટોડા-માંજરસુભા રોડ પર આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક અને કાર ડિવાઈડર સાથે અથડાઈને બીજી તરફ પડી ગયા હતા. બંનેને કાઢવા માટે ક્રેન લાવવી પડી.

પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા તમામ લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટના સવારે 7 વાગ્યે બની હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલ પોલીસ આ અકસ્માતની તપાસમાં કરી રહી છે.

ગાયને બચાવવાના કારણે માર્ગ અકસ્માત
ચંદ્રપુરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં રસ્તાની વચ્ચે બેઠેલી ગાયને બચાવવાના પ્રયાસમાં એક વાહન પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં દંપતી સહિત ચાર લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી.

ઘટના અંગે પોલીસે જણાવ્યું કે આ અકસ્માત ચંદ્રપુર-ગઢચિરોલી હાઈવે પર સાઓલી પોલીસ સ્ટેશન વિસ્તારના કિસાન નગરમાં થયો હતો. ગઢચિરોલી જિલ્લાના પંકજ બાગડે (26) તેના મિત્ર અનૂપ તદુલવાર (35) સાથે ડીજેના સાધનો ખરીદવા માટે વાહનમાં ચંદ્રપુર ગયા હતા.

તાડુલવારની પત્ની, એક સંબંધી અને એક મિત્ર પણ તેમની સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. “સામાન ખરીદીને ઘરે પરત ફરતી વખતે, રસ્તાની વચ્ચે બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાહન રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાયું હતું, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.” મૃત્યુ થયું છે.

સુરતથી લાઠી જતા પરિવારને ભાવનગર હાઇવે પર નડ્યો અકાસ્મત: કાળમુખો ડમ્પર ચારના જીવ ભરખી ગયો
ભાવનગર : ભાવનગર(Bhavnagar) જિલ્લાના વલભીપુર-ઉમરાળા(Valabhipur-Umrala) હાઇવે ઉપર એક ડમ્પર અને કાર વચ્ચે (Accident dumper cars) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં ઘટનાસ્થળે ત્રણ લોકોના મૃત્યુ(Three people died) થયા હતા. અન્ય એકને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત થતા અકસ્માતમાં કુલ ચાર લોકોના પરંપખેરા ઉડી ગયા છે.ભયાનક માર્ગ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થવાથી હાઇવે ઉપર મરણચિચિયારીથી ગુંજી ઉઠ્યો હતો. લાશોને બહાર કાઢવા પણ કારના પતરા તોડવા પડ્યા હતા.

Most Popular

To Top