Columns

જોજો આવું નુકસાન ન થાય

એક કરુણ પ્રસંગ ..એક અતિ ધનિક શેઠની હવેલીમાં આગ લાગી.આગની ખબર પડતા જ બધા જાન બચાવવા અને જે મળે તે કિંમતી વસ્તુ હાથમાં આવે તે બચાવીને દોડવા લાગ્યા.શેઠે નોકરોને જીવના જોખમે પાછા અંદર મોકલ્યા અને કિંમતી ઘરેણાં અને કિંમતી કપડા બચાવવા કહ્યું…આજુબાજુથી મજુર બોલાવીને આગ બુઝાવવાની સાથે સાથે કિંમતી ફર્નીચર અને ઝુમ્મર પણ બહારકઢાવી લીધા….આગ વધતી જતી હતી.બે ચાર નોકરો ઘણા દાઝી ગયા.દુર્બગ્યે મકાનને આગથી ઘણું નુકસાન થયું પરંતુ મોટાભાગની કિંમતી વસ્તુઓ નોકરોએ જાનના જોખમે બચાવી લીધી.

શેઠ બોલ્યા, ‘શાબાશ હું તમને ઇનામ આપીશ..પણ કઈ રહી તો જતું નથીને …??’ નોકરો બોલ્યા, ‘ના જી શેઠજી બધું જ અમે બહાર લઇ આવ્યા છીએ.’ શેઠ બોલ્યા, ‘છતાં જાવ બધા એકવાર હજી તપાસ કરો અને જે કઈ મળે તે બચાવીને લઇ આવો.’ ત્યાં તો દુરથી શેઠાણીની ચીસ સંભળાઈ તેમનો એક નો એક દીકરો મકાનની અંદર જ રહી ગયો હતો.

અને હવે આગ એટલી વધી ગઈ હતી કે અંદરથી તેને બચાવવો મુશ્કેલ હતો.બે નોકરો હિંમત કરીને અંદર ગયા.પણ છોકરાને બચાવી ન શક્ય તે આગમાં ભડથું થઇ ગયો.ભયંકર શોકની છાયા ફરી વળી.શેઠ અને શેઠાણી માથે હાથ દઈને રડવા લાગ્યા.કિંમતી વસ્તુઓને બચાવવાની લાહ્યમાં બધા જ અમુલ્ય એવા એક ના એક વારસદારને ભૂલી ગયા.ક્યારેય ન પૂરું કરી શકાય તેવું મોટું નુકસાન થઈ ગયું….બચાવેલી કિંમતી વસ્તુઓ નકામી લાગી રહી અને આંખોમાં આંસુ રહી ગયા. આ તો અત્યંત કરુણ પ્રસંગ છે જે કોઈના જીવનમાં ન બનવો જોઈએ.પરંતુ આવું જ કૈંક આપણા બધાની સાથે થાય છે.

આપણી પણ આવી જ હાલત છે.જીવનભર આપણે દુનિયાભરનો સમાન ભેગો કરીએ છીએ.અને તે ભેગો કરવાનો દોડમાં અને તકલીફ આવે કે જીવનનો અંત નજીક દેખાય ત્યારે પણ મોહમાં અંધ બની તે બધો સામાન જ સાચવવા અને બચાવવા ભાગતાં રહીએ છીએ.અને આ બધું કરવામાં આપને જાતને જ ખોઈ નાખીએ છીએ.બાહ્ય સંપત્તીને નુકસાન ન થાય… તે સંપત્તી ઓછી ન થઇ જાય તે માટે આપણે સતત ચિંતિત રહીએ છીએ.અને અમુલ્ય આત્માની અનુભૂતિ ખોઈ નાખીએ છીએ.જાતને ભૂલીને બધું ભેગું કરીએ છીએ.જાતને ગુમાવીને દુનિયાભરની દોલત મેળવનારો સ્વયંના ચેતનતત્વને ઓળખી શકતો જ નથી અને જવનમાં ન ભરપાઈથી શકે તેવું નુકસાન વહોરી લે છે. જીવનમાં શું મેળવવું અને શું છોડવું તે નિર્ણય સમજીને લેજો…જાતને ખોઈને સંપત્તીના ઢગલા મેળવી કોઈ લાભ નહી થાય.સંપત્તીના મોહમાં સ્વયંને ખોઈ નાખવા જેટલું મોટું નુકસાન ન થાય તે માટે જાગ્રત રહેજો.         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top