Gujarat

કચ્છમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની તુલા કરાઈ તો તેમાં કમલમ ફ્રુટને બદલે કેળા નીકળ્યા!

તાજેતરમાં કચ્છમાં દિવાળી પછીના સ્નેહ મિલન સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની તુલા કરાઈ હતી. જેમાં ડ્રેગન ફ્રૂટ હોવાની જાહેરત ખુદ ભાજપની નેતાગીરી દ્વારા કરાઈ હતી. જો કે મુખ્યમંત્રીની તુલા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ફ્રૂટના બોકસ ખોલ્યા બાદ તેમાંથી કમલમ ફ્રૂટના બદલે કેળા નીકળ્યા હતા.

કેળાના બોકસના વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.એકાદ – બે ડ્રેગન ફ્રૂટના બોકસને બાદ કરતાં બાકીના બોકસમાંથી કેળા નીકળ્યા હતા. આ રીતે કમલમ ફ્રૂટના સ્થાને બોકસમાં કેળા આવી ગયા હતા. આજે સીએમ પટેલે તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભાજપના સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી હતી

Most Popular

To Top