Gujarat

I-Create ખાતે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગિફ્ટ સિટીનાં વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું

ગાંધીનગર: અમદાવાદ જિલ્લામાં સ્થિત I-Create (International Centre for Entrepreneurship and Technology) ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગિફ્ટ સિટીનાં વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે I-Createની મુલાકાત માટે ગયા હતા ત્યારે તેમની સમક્ષ ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રેએ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી ગિફ્ટ સિટીમાં ચાલી રહેલાં વિકાસ કાર્યોની રૂપરેખા આપવામાં આવી હતી. આ પ્રેઝન્ટેશન સમયે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રી મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top