Sports

ગુજરાતમિત્ર 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગને કમિશનર અજય તોમરે ખુલ્લી મુકી

‘ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની’ના થીમ હેઠળ આયોજિત ગુજરાતમિત્ર 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજે મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અજય તોમરની હાજરીમાં પીઠાવાળા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂઆત થઇ હતી. એસડી જૈન મોર્ડન સ્કુલના ઓલ ગર્લ્સ સ્કાઉટ બેન્ડ દ્વારા મહેમાનોનું સંગીતમય સ્વાગત કરાયું હતું. વિવિધ 12 સમાજોની અલગ-અલગ ટીમો વચ્ચે આયોજિત આ અનોખી 100 બોલ ફોર્મેટની લીગ ટૂર્નામેન્ટની પીઠાવાળા પરિવારના બિરેન પીઠાવાળાના બોલ પર મુખ્ય અતિથિ પોલીસ કમિશનર તોમરે બેટિંગ કરીને ઉદ્દઘાટનની વિધિ પતાવીને પછી પ્રથમ મેચની બંને ટીમો ઉપરાંત ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી અન્ય ટીમોના કેપ્ટનો સાથે પોલિસ કમિશનર તોમરનો પરિચય કરાવાયો હતો.

રાષ્ટ્રગીત વાગ્યા પછી પોલીસ કમિશનર તોમરે સ્ટેડિયમ પર ઘંટનાદ કરીને પટેલ સ્પોર્ટસ એસોસિએશન કોળી પટેલ્સ અને ગુરૂબાની ઇલેવન પંજાબીસ વચ્ચેની પ્રથમ મેચનો પ્રારંભ કરાવ્યો હતો. વિવિધ સમાજોને એકત્ર કરીને ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવા સાથે સામાજીક સૌહાર્દના સંદેશને સુદૃઢ કરવા બદલ અભિનંદન પાઠવીને તેમણે ટૂર્નામેન્ટની સફળતા માટે અને ભવિષ્યમાં પણ આવા આયોજનો કરતાં રહેવા માટે ગુજરાતમિત્રને શુભકામના પાઠવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top