Columns

હું તો નિમિત્ત છું

મહાભારતના યુદ્ધ પછીનો પ્રસંગ છે…૧૮ દિવસ સુધી પિત્રાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેળામાં ધમાસાણ યુદ્ધ થયું….લોહિયાળ જંગ થયો…બને પક્ષે ઘણી જાનહાનિ થઇ અને ઘણું ગુમાવ્યા બાદ પાંડવો યુધ્ધમાં વિજયી થયા.યુદ્ધમાં ભગવાન કૃષ્ણ પાંડવો પક્ષે હતા પણ હાથમાં હથિયાર લઇ લડ્યા ન હતા.ભગવાન કૃષ્ણ વીર અર્જુનના રથના સારથી બન્યા હતા…..અને યુધ્ધના પહેલાં દિવસે ગીતાનો ઉપદેશ આપી અર્જુનના અને સમગ્ર માનવજાતના જીવનના સારથી બન્યા હતા.

ભગવાન કૃષ્ણએ યુદ્ધના પહેલાં દિવસથી અઢાર દિવસ સુધી સારથી તરીકેની બધી ફરજ બખૂબી નિભાવી હતી ..રોજ તેઓ રથ પરથી નીચે ઉતરે અને પાછળ જઈ રથનો દરવાજો ખોલી અર્જુનને ઉતરવાનો માર્ગ કરી આપે…..અર્જુનને તેઓ વીર યોધ્ધા તરીકે આ માન રોજ આપે.યુદ્ધ નો છેલ્લો દિવસ હતો ..પાંડવોનો વિજય નિશ્ચિત હતો…પાંડવો જીત્ય અને યુદ્ધ વિરામ થયું……બધા કૌરવો અને તેની સેના હણાયા અને દુર્યોધન ભાગી ગયો.સાંજ પડી યુદ્ધનો અંત ઘોષિત થયો.આજે ભગવાન કૃષ્ણ અર્જુનના રથ પરથી પોતે ઉતર્યા નહિ…આંખોના નીચે ઉતરવાનો ઇશારો કરતા સસ્મિત કૃષ્ણ બોલ્યા, ‘પાર્થ, તું રથ પરથી ઉતર અને થોડે દુર ઉભો રહે..’ અર્જુનને થયું રોજ તો વાસુદેવ પોતે ઉતરી મને ઉતરવા માર્ગ કરી આપતા અને આજે આમ કેમ કહે છે ???પણ કઈ બોલ્યા વિના અર્જુન રથ પરથી ઉતરીને થોડે દુર ઉભો રહયો.

અર્જુન રથમાંથી ઉતરી ગયો બાદ કૃષ્ણએ રથ પર બેઠા બેઠા જ ઘોડા છોડી નાખ્યા અને પછી પોતે નીચે ઉતર્યા..જેવા કૃષ્ણ નીચે ઉતર્યા રથ એક ધડાકા સાથે બળીને ભસ્મ થઇ ગયો…ઘોડાઓ ભાગ્યા…અર્જુન અવાચક થઇ ગયો.પાસે આવીને ઉભેલા ભગવાન કૃષ્ણના ચરણોમાં નમન કરી પૂછવા લાગ્યો, ‘પ્રભુ, આ શું થયું ???…આવી કેવી તમારી લીલા??’ ભગવાન કૃષ્ણ બોલ્યા, ‘પાર્થ, તારા રથ પર કેટલાય દિવ્ય શસ્ત્રોના ઘા થયા હતા ..પણ કોઈ કઈ નુકસાન ન કરી શક્યા……તેમ ન હતું …પણ મેં મારી શક્તિથી તે નુકસાન અટકાવ્યું હતું…આજે યુદ્ધ પૂરું થયું છે હવે આ રથની જરૂર નથી રહી તેથી મેં જેવો તેનો સાથ છોડ્યો રથનો નાશ થયો.’

અર્જુનને સમજાયું કે, ‘યુદ્ધમાં બધા મારી વીરતાની પ્રશંસા કરતા …હું રાજી થતો ..પણ તે મારી શક્તિ ન હતી..વાસ્તવમાં હું તો માત્ર નિમિત્ત હતો સાચી શક્તિ તો મારા ભગવાનની જ હતી.’ અર્જુને આંખોમાં આંસુ સાથે પ્રભુને પ્રણામ કર્યા.’આ મહાભારતની કથાનું સત્ય આપણે બધાએ જીવનમાં સમજવા જેવું છે.જીવનમાં જે કઈ પણ સારા નાના મોટા કામ કરી શકો સમજજો અને યાદ રાખજો તમે તો નિમિત્ત માત્ર છો સાચી શક્તિ તો પરમાત્માની જ છે.

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top