National

આંધ્ર પ્રદેશ હાઇવે પર બે ગાડી સામસામે ધડાકાભેર અફડાઇ, 3નાં મોત, વીડિયો

હૈદરાબાદ: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) પૂર્વ ગોદાવરી જિલ્લામાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો હતો. અહીં હાઈવે (Highway) પર દોડતી એક કાર કાબૂ બહાર ગઈ અને લેન તોડીને બીજી લેનમાં (Lane) ઘુસી ગઈ હતી. જ્યાં તે સામેથી આવતા વાહન સાથે અથડાઈ હતી. તેમજ આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત (Died) થયા છે.

  • પૂર્વ ગોદાવરી જિલ્લામાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત
  • બે વાગ્યા આસપાસ ઘટના બની હતી
  • ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઇરલ
  • અકસ્માતમાં ત્રણના મોત

ઘટના પૂર્વ ગોદાવરી જિલ્લાના દેવરપલ્લી મંડલમાં બની હતી. અહીં બપોરના બે વાગ્યા આસપાસ કાર કાબૂ બહાર જઈ બીજી લેનમાં ઘૂસી ગઈ હતી અને સામેથી આવતા વાહન સાથે અથડાઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે સામેથી આવતી કારના ડ્રાઈવરે અચાનક હાઈવે પર કાર વિરુદ્ધ દિશામાં આવી રહી હતી તેમજ બંન્ને કાર ધડાકાભેર અફડાઇ હતી.

અકસ્માત દરમિયાન તેણે પોતાની કારને આમ-તેમ ફેેરવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ કાબૂ બહાર ગયેલી કાર આગળથી આવીને તેને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, “મંગળવારે બપોરે લગભગ 2 વાગે દેવરાપલ્લી મંડળમાં બે કાર સામસામે અથડાઈ હતી. અકસ્માતનો ભોગ બનેલા વાહનોમાં કુલ 11 લોકો સવાર હતા. જેમાંથી પ્રથમ કારમાં 7 લોકો હતા અને બીજી કારમાં 4 લોકો સવાર હતા. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.”

Most Popular

To Top