Charchapatra

માણસો હવે મિડીયાથી મળે છે

આપણે બધા જે દુનિયામાં પ્રવેશ રહયા છે એ દુનિયામાં હવે અંગત રીતે હળવુ મળવું કે ફોન જોડીને વાત કરવાની પ્રથા ઘટતી જાય છે. લગભગ બધુ જ વર્ચ્યુઅલ છે. આ મીડિયા મેનેજમેન્ટ આપણી માનસિકતાને મેનેજ કરતું થઇ ગયું છે. દરેકને પોતાના વિશે ચર્ચા થાય એમાં રસ છે. કારણ કે હવે લગભગ દરેક વ્યિકતની પ્રસિધ્ધિની ભૂખ ઉઘડી છે. બીજાની જિંદગીઓને ચાટ મસાલો બનાવીને આપણી રોજિંદી જિંદગીઓમાં સ્વાદ ઉમેરવાનો પ્રયત્ન આ ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે. આમાં અખબારો મેગેઝિન્સ ન્યૂઝ ચેનલથી શરૂ કરીને અંગત એકાઉન્ટસ પણ પૂરો ફાયદો ઉઠાવે છે.

આપણા અભિપ્રાયથી કોઇને કાંઇ ફરક પડતો નથી. એવી આપણને ખબર હોવા છતાં આપણે બીજાના જીવનમાન ડોકિયું કરીને ન્યાયાધીશ બનવાની મજા લેવાનું છોડી શકતા નથી. એક જુદી જ જાત જો આત્મસંતોષ લેવા આગળ વધી રહયા છે. આપણે ખોટી દિશામાં દોરવાઇએ એને બદલે આપણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપણો કન્ટ્રોલ રાખવો હિતાવહ નથી લાગતો?

ગંગાધરા  – જમિયતરામ હ. શર્મા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top