Madhya Gujarat

આણંદમાં ઉચ્ચ શિક્ષિત યુવતી આપઘાત કરવા વાસદ પુલ પર પહોંચી

આણંદ : આણંદમાં રહેતી ઉચ્ચ શિક્ષિત પરિવારની 24 વર્ષિય પુત્રીના પ્રેમપ્રકરણની વાત ઘરે પહોંચતાં માતા ગુસ્સે ભરાયાં હતાં અને ઠપકો આપ્યો હતો. આથી, યુવતીને લાગી આવતા તે વાસદ પાસે મહિસાગર પુલ પર પહોંચી નદીમાં કુદી પડી આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પુલ પર પહોંચ્યા બાદ તેની હિંમત ન ચાલતા ત્યાં જ બેસી રડવા લાગી હતી. આથી, નજીકના દુકાનદારે અભયમ વિશે માહિતી આપતા યુવતીએ અભયમની મદદ લીધી હતી. આથી, સ્થળ પર પહોંચેલી અભયમની ટીમે કાઉન્સીલીંગ કરતાં તેને ઘરે જવાની ના પાડી હતી. આખરે તેને સખી વન સ્ટોપમાં મોકલી આપવામાં આવી હતી.

આણંદમાં રહેતી ઉચ્ચ શિક્ષિત પરિવારની 24 વર્ષીય પુત્રી ઘરેથી ઠપકો મળતા ઘર છોડીને આત્મહત્યા કરવા નીકળી હતી. બીએડ્ સુધી અભ્યાસ કરેલી યુવતીને સમાજના જ એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ વાત ઘરે પહોંચી હતી. જોકે તેના પરીવાર દ્વારા આ સંબંધને મ્હોર મારીને થોડા સમય બાદ લગ્ન કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ યુવતીની માતાએ આ વિશે કડક ઠપકો આપતા યુવતી ડિપ્રેશનમાં જતી રહી હતી. જેના કારણે તેણી ઘરે કોલેજ જવાનું કહી વાસદ ખાતે આવેલી મહીસાગરના પુલ પર આત્મહત્યા કરવાના ઇરાદે પહોંચી હતી. જોકે, અહીં આવ્યા બાદ તેણીની હિંમત ન થતા ત્યાં જ બેસીને રડવા લાગી હતી. સવારથી બેસેલી યુવતીને રડતી જોઈ આજુબાજુ વાળા દુકાનદારે તેણીને અભયમને જાણ કરવાનું જણાવ્યું હતું. યુવતી દ્વારા આણંદ અભયમને જામ કરતા ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. દરમિયાન તેણીનું કાઉન્સિલીંગ કરાતા તેણી ઘરે જવા તૈયાર ન હતી. આખરે અભયમની ટીમ દ્વારા તેના પિતા અને કાકા સાથે વાતચીત કરી તેણને સખી વન સ્ટોપ પર મુકવામાં આવી હતી.

બાળકોનો માતા સાથે મોળાપ કરાયો
આણંદમાં રહેતી પરિણીતાના પતિનું મૃત્યુ બે મહિના પહેલા બીમારીના કારણે થયું હતું. જ્યારે સાસુ 24 કલાક નશામાં રહેતા કંટાળી વિધવા તેના બે બાળકો સાથે પીયર રહેવા આવી હતી. દરમિયાન માસી સાસુ અને મામા સસરા દ્વારા પીયર આવીને વિધવાની 2 વર્ષની બાળકી અને આશરે 10 વર્ષના બાળકને જબરજસ્તી તેમની સાથે લઈ જવામાં આવ્યા હતા. જેના કારણે પડોશમાં રહેતા લોકોએ અભયમને જાણ કરી હતી. આણંદ અભયમ દ્વારા વિધવાના સાસરીમાં જતા તેની સાસુ હાજર ન હતી. દરમિયાન અભયમની ટીમ દ્વારા જોર આપતા માસીસાસુ દ્વારા બન્ને બાળકને લઈને આવ્યા હતા. અભયમ દ્વારા કાઉન્સિલીંગ કરીને બન્ને બાળકો ઓફીશયલી માતાને પરત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top