Science & Technology

Hero Electric એ લોન્ચ કર્યુ સ્કુટર, ફિચર્સ સાંભળી વધી ગઈ માર્કેટમાં ડિમાન્ડ

ઈલેકટ્રિક બાઈક (Electric bike) તેમજ સ્કુટર (Scooter) માટેની ડિમાન્ડ (Demand)વઘી રહી છે. ઘણી બધી કંપનીઓ (Companies) દ્વારા આ વર્ષે ઈ-બાઈક તેમજ ઈ-કાર લોન્ચ કરી રહી છે. ભારતમાં (India) સૌથી મોટી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કરતી કંપની હીરો ઈલેકટ્રીક (Hero Electric) દ્વારા લોકોને સ્મૂધ રાઈડિંગનો (Smooth Riding) અનુભવ થાય તે માટે નવા ફીચર્સ (Features) સાથે ઓપ્ટીમા (Optima) ઈ-સ્કુટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર સિટી સ્પીડ સ્કૂટર ક્રુઝ કંટ્રોલ ફીચરથી સજ્જ હશે જે એકવાર એક્ટિવેટ થયા બાદ અપગ્રેડેડ સ્પીડોમીટરમાં પ્રતિબિંબિત થશે. હીરો ઈલેક્ટ્રીક ઓપ્ટીમા એચ એક્ષ (Optima HX) કંપનીની તમામ ડીલરશીપમાં 55,580ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે વેચવામાં આવે છે.

આ સ્કૂટરમાં આપવામાં આવેલી ઑપ્ટિમાની ક્રૂઝ કંટ્રોલ સુવિધા રાઈડરને આરામદાયક રાઈડ તેમજ અગવડતાને દૂર કરવા માટેનુ કાર્ય કરશે. ઈચ્છિત સ્પીડ જાળવવા માટે રાઇડર સ્કૂટરના ક્રૂઝ ફંક્શનને સક્રિય કરવા ક્રૂઝ કંટ્રોલ બટન દબાવી શકાશે. જ્યારે આ ફીચર એક્ટિવ થશે ત્યારે સ્પીડોમીટર ક્રુઝનું આઈકોન દેખાશે. બ્રેકિંગ અથવા થ્રોટલને ફેરવી તેને ડિએક્ટિવેટ કરી શકાશે. હીરો ઓપ્ટિમા એચએક્સ 1200-વોટની ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે. તે 51.2V/30Ah પોર્ટેબલ બેટરીમાંથી પાવર મેળવે છે. આ સ્કૂટર 82 કિલોમીટરની ફુલ ચાર્જ રેન્જ ઓફર કરે છે. સ્કૂટરની બેટરી 5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. આ સ્કૂટર 42kmphની ટોપ સ્પીડ ધરાવે છે.

હીરો ઈલેક્ટ્રીકના CEO સોહિન્દર ગીલે જણાવ્યું હતું કે, “અમારા રાઈડરને સરળ તેમજ આનંદપ્રદ રાઈડ આપવા હીરો બાઈક મૂલ્યવર્ધિત સુવિધાઓ પ્રદાન કરવા વ્યવહારુ અને સરળ નવીનતાઓ પર સતત કામ કરી રહ્યા છે. બ્લૂટૂથ, GPS કનેક્ટિવિટી વગેરેની પસંદગી ગ્રાહકો ઉપર આધાર રાખે છે. કનેક્ટેડ બાઇક્સ બનાવવા તરફ આ અમારું નાનુ પગલું છે જે સુરક્ષિત, અનુકૂળ અને સવારી કરવા માટે સરળ છે.
હીરો ઈલેક્ટ્રિક તેના ગ્રાહકો માટે નેક્સ્ટ જનરેશન લો-સ્પીડ, સિટી સ્પીડ અને હાઈ-સ્પીડ વાહનોનું ઉત્પાદન કરવા માટે તેની હાલની R&D સુવિધાઓનું વિસ્તરણ કરી રહી છે. હીરો આગળ જતાં નવી તકનીકી નવીનતાઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી ભારતમાં એક મજબૂત EV ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ બનાવવા માટે કામ કરી રહ્યું છે. વધુમાં તે અત્યાધુનિક સાધનો સાથે એક નવું ટેકનિકલ કેન્દ્ર શરૂ કરશે, R&D ટીમનું વિસ્તરણ કરશે અને પાવરટ્રેન વિકાસ અને વાહન ડિઝાઇન માટે નવી પ્રતિભાઓની ભરતી કરશે.

Most Popular

To Top