Madhya Gujarat

દાહોદ જિલ્લાના સંજેલી માંડલી રોડની બન્ને બાજુ કચરાના ઢગલા ખડકાયા

દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી માંડલી રોડ પર કેટલાય સમયથી નગરનો કચરો પંચાયત દ્વારા નવીન બસ સ્ટેશન પાસેની ખાલી જગ્યામાં ફેંકવામાં આવે છે. રોડની બે બાજુ કચરાના ઢગલા જમા થઇ જતાં અને વરસાદનું પાણી પડતા હાલમાં માથાફાટ દુર્ગંધ ફેલાઈ રહી છે. આવતા જતા અનેક લોકો ત્રાસી ગયા છે. દરરોજ અવર જવર કરતા ડૉ . શિલ્પન આર. જોષી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો પણ આ બાબતે પરેશાન થાય છે બીજી બાજુ આ ગંદકીની આડઅસરથી લોકોમાં કોલેરા જેવો રોગચાળો ફેલાય તેની પણ ભીતિ સેવાઈ રહી છે જો આવો રોગચાળો ફાટી નીકળે તે પહેલા કચરાને દૂર કરવા માટે તાલુકાની મામલતદાર કચેરી તેમજ સંજેલી તાલુકા પંચાયતના અધિકારીને લેખિત રજુઆત કરવામા આવી હતી જો ગંદકી દૂર ન થાય તો ગાંધી ચીંધીયા માર્ગે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે રસ્તા રોકો આંદોલન કરશે અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ધરણા પર બેસવાની ચીમકી પણ આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉપચારી હતી. ડો.શિલ્પન આર, જોષી ઉ .માં . શાળાએ જતા વિદ્યાર્થીઓ પરેશાન યોગ્ય નિકાલ કરવા તાલુકાના મામલતદાર તથા ટીડીઓ ને રજુઆત કરતા આવેદન પત્ર આપ્યું.

Most Popular

To Top