Sports

વન-ડે ક્રિકેટમાં ભારત ત્રણ રનથી જીત્યું, શિખર ધવને 23 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: ભારત(India) અને વેસ્ટઇન્ડિઝ(West Indies) વચ્ચેની ત્રણ વનડે(One Day) શ્રેણીમાં શુક્રવારે પહેલી મેચ ભારતે જીતી(India Win) લીધી છે અને આ સિરિઝમાં ભારત હવે 1-0 થી આગળ છે. ત્રિનિદાદમાં રમાયેલી આ મેચની અંતિમ ઓવરમાં વેસ્ટઇન્ડિઝે 15 રન બનાવવાના હતા પરંતુ સિરાજે(Siraje) માત્ર 11 રન જ આપ્યા હતા આમ ભારતે 3 રનથી મેચ જીતી લીધી છે. ભારતીય ટીમના કેરેબિયન પ્રવાસની આજે અહીં રમાયેલી પ્રથમ વન ડેમાં કેપ્ટન(Captain) શિખર ધવન(Shikhar Dhawan)ની 97 રનની ઇનિંગ તેમજ શુભમન ગીલ અને શ્રેયસ અય્યરની અર્ધસદીઓ ઉપરાંત ધવનની ગીલ સાથે 119 રનની તેમજ શ્રેયસ સાથે 94 રનની ભાગીદારીઓની મદદથી ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 308 રન બનાવ્યા હતા.

ધવનની ધુંઆધાર બેટિંગ
વેસ્ટઇન્ડિઝ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન ધવન અને ગીલે મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને 17 ઓવરમાં બોર્ડ પર 100થી વધુ રન મૂકી દીધા હતા, આ દરમિયાન ગીલે પોતાની વન ડે કેરિયરની પ્રથમ અર્ધસદી ફટકારી હતી. ગીલ રન દોડવામાં થોડો ધીમો પડતા રનઆઉટ થયો હતો, તે 53 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 રન કરીને આઉટ થયો હતો. ધવને તે પછી શ્રેયસ સાથે પણ સ્કોરને મજબૂતાઇથી આગળ વધાર્યો હતો. બને વચ્ચે 94 રનની ભાગીદારી થઇ હતી અને સ્કોર 213 રન પર પહોંચ્યો હતો ત્યારે ધવન 99 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 97 રને આઉટ થયો હતો. વેસ્ટઇન્ડિઝના બોલરોએ તે પછીથી ભારતીય બેટ્સમેનોને અંકુશમાં લેવાનું શરૂ કર્યું હતું. શ્રેયસ અંગત 54 રન કરીને આઉટ થયો હતો અને તે પછી સૂર્યકુમાર યાદવ અને સંજૂ સેમસનની વિકેટ પણ ગુમાવવાના કારણે ભારતીય ટીમે 252 રનના સ્કોરે 5 વિકેટ ગુમાવી દીધી હતી. દીપક હુડા અને અક્ષર પટેલ વચ્ચે તે પછી 42 રનની ભાગીદારી થઇ હતી અને તેના કારણે ભારતીય ટીમ 300ના સ્કોરને પાર કરી શકી હતી. વેસ્ટઇન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે 25 બોલમાં 39 જ્યારે અકિલ હુશૈને 32 બોલમાં 33 રન બનાવ્યા હતાં.

શિખર ધવને અઝહરનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
વેસ્ટઇન્ડિઝ સામે આજે અહીં રમાયેલી પ્રથમ વન ડેમાં 99 બોલમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 97 રનની ઇનિંગ રમી હતી અને તેની સાથે જ તેણે મહંમદ અઝહરૂદ્દિનનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને સૌથી વધુ વયે અર્ધસદી ફટકારનારો ભારતીય કેપ્ટન બન્યો હતો. ધવને 36 વર્ષ અને 229 દિવસની વયે આ ઇનિંગ રમી હતી. આ પહેલા અઝહરના નામે આ રેકોર્ડ હતો, જેણે 1999માં 36 વર્ષ અને 120 દિવસની વયે અર્ધસદી ફટકારી હતી. આ યાદીમાં સુનિલ ગાવસ્કર ત્રીજા સ્થાને છે, જેમણે 35 વર્ષ અને 125 દિવસની વયે અર્ધસદી ફટકારી હતી. જ્યારે ધોનીએ 35 વર્ષ 108 દિવસની વયે આવું કર્યું હતું.

વન ડેમાં ભારત વતી સૌથી વધુ વયે અર્ધસદી ફટકારનાર કેપ્ટન

કેપ્ટનવયસમય
શિખર ધવન36 વર્ષ229 દિવસ
મહંમદ અઝહરૂદ્દિન36 વર્ષ120 દિવસ
સુનિલ ગાવસ્કર35 વર્ષ125 દિવસ
એમએસ ધોની35 વર્ષ108 દિવસ

Most Popular

To Top