Sports

IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું, ટીમ ઈન્ડિયા બની ત્રણેય ફોર્મેટમાં નંબર વન

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ ક્રિકેટ (Cricket) મેચ મોહાલીમાં રમાઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં શુક્રવારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 48મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. મોહાલીમાં ભારત 27 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સામે જીત્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયા ICC ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગઈ છે. એટલું જ નહીં ભારતીય ટીમ હવે આ રમતના ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ બની ગઈ છે.

મોહાલીમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ODI મેચ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાએ 44.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. 277 રનના લક્ષ્યને ચેઝ કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડે માત્ર 10 ઓવરમાં 66 રન બનાવ્યા હતા. ગિલ-ગાયકવાડની જોડીએ 130 બોલમાં 142 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ તેની વન-ડે કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારીને આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલે તેની વન-ડે કારકિર્દીની નવમી ફિફ્ટી ફટકારી હતી. તેણે 37 બોલમાં 50 રન કર્યા હતા.

આ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે બોલિંગ કરતા મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ભારતને મિચેલ માર્શની વિકેટ અપાવી હતી. રવીન્દ્ર જાડેજાએ વોર્નરને 52 રન પર આઉટ કર્યો હતો. ત્રીજી વિકેટ શમીએ લીધી હતી. તેણે સ્મિથને 41 રન પર આઉટ કર્યો હતો. જ્યારે ચોથી વિકેટ અશ્વિને લીધી હતી. તેણે માર્નશ લાબુશેન​ને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની પાંચમી વિકેટ કેમરૂન ગ્રીનની હતી જે રનઆઉટ થયો હતો.

જણાવી દઈએ કે ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત એવરેજ રહી હતી. ટીમે પ્રથમ 10 ઓવરમાં એક વિકેટે 42 રન બનાવ્યા હતા. જ્યારે ઓપનર ડેવિડ વોર્નરે તેની વન-ડે કેરિયરની 29મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 49 બોલમાં 50 રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 276 રન બનાવ્યા હતા. મેચના છેલ્લા બોલ પર ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ વોર્નરે 52 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. કમિન્સ અને ઝમ્પાએ ઇનિંગના છેલ્લા બોલમાં ત્રણ રન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રીજો રન લેવાનો પ્રયાસ કરતી વખતે ઝમ્પા રનઆઉટ થયો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને 277 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. જોસ ઈંગ્લિસે 45 રન અને સ્ટીવ સ્મિથે 41 રનનું યોગદાન આપ્યું હતું. લાબુશેને પણ 39 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. બુમરાહ, અશ્વિન અને જાડેજાને એક-એક વિકેટ મળી હતી.

જણાવી દઈએ કે ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ થયો છે. બીજી તરફ એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને આ મેચમાં રમાડવામાં આવ્યો ન હતો.

Most Popular

To Top