Columns

સત્તાના અરમાનો તૂટી ગયા છે? તો કેટવોક કરો અને ભારત જોડો

કોંગ્રેસમાં રાહુલ ગાંધીનો હોદ્દો ભલે શેખચલ્લીની માફક છ-છ મહિને વરસોથી બદલાતો રહેતો હોય, પણ કોંગ્રેસના નેતા તો રાજકુમાર રાહુલ જ રહેવાના. ભલે વરિષ્ઠ નેતાઓ લમણાઝીંક, માથાપચ્ચીસી કરીને અલગ પડી જાય. જેણે કોંગ્રેસમાં રહેવું હોય તેમના માટે માત્ર એક જ લાયકાત અને એક જ શરત છે કે રાહુલના એકી કંઠે ગુણગાન ગાવાના. રાહુલને ચમકાવતા રહેવાના. હાલમાં વેરવિખેર થઇ ગયેલી કોંગ્રેસને જોડવાની તાતી જરૂરત છે. હવે પછી જોડવા જશે ત્યારે કદાચ જોડાશે પણ નહીં. જોડવા માટે કોંગ્રેસમાં કોઇ ખાસ ટીમ્બર બાકી રહ્યું નથી. છતાં જોડવાના પ્રયત્નો જરૂરી છે. તે ઇમરજન્સીને બાજુએ મૂકીને રાહુલ ગાંધીએ દક્ષિણ કન્યાકુમારીથી લઇને કાશ્મીરના શ્રીનગર સુધીની શાહી અને ઠાઠમાઠવાળી, પદયાત્રા શરૂ કરી છે. લગભગ 3500 કિલોમીટર 150 દિવસ સુધી ચાલનારી આ યાત્રાને ‘ભારત જોડો’ નામનું શેખચલ્લીની મરજી મૂજબનું નામ અપાયું છે.

રાહુલને સવાલ એ કરાયો કે વરસ 2014 પછી ભારત કઇ જગ્યાએથી તૂટી ગયું કે તેને ફરીથી જોડવાની જરૂર ઊભી થઇ છે? પપ્પાના નાનાએ જે આઝાદ કાશ્મીર નામનો વિશાળ પ્રદેશ પાકિસ્તાનને સોંપી દીધો હતો અને બાકીનું અડધું  જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન તરફી લોકોને 1955 માં તાસક પર સોંપી દીધું હતું. શેખ અબ્દુલ્લાને તે માટે જવાહરે ખાસ ભારતીય સંસદ ભવનમાં બોલાવ્યા, આરતી ઉતારી અને એવા નિયમો તેમજ બંધારણ સાથે જમ્મુ અને કાશ્મીર અબ્દુલ્લાને સોંપ્યા કે ભારત દેશ કાશ્મીરીઓ માટે હતો પણ કાશ્મીર ભારત માટે ન હતું. તેઓ ભારતના નાગરિકો હતા પણ ભારતના લોકો કાશ્મીરના નાગરિક બની શકતા ન હતા. નરેન્દ્ર મોદી સરકારે બીજી વખત આવીને એ મનહૂસ સ્થિતિને એક ઝાટકે દૂર કરી નાખી જે ટકાવી રાખવાનો તમામ કોંગ્રેસીઓનો સંકલ્પ હતો. કોંગ્રેસ 73 વરસના શાસનમાં જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદીઓને કાશ્મીરનું રજવાડુ સોંપી દીધું હતું અને એ નેતાઓ, સૈયદ શાહ ગીલાની, ફારૂખ અબ્દુલ્લા, મીર વાઇઝ, મહેબૂબા મુફતી, એનો બાપ વગેરેના તત્વધાનમાં હજારો અને લાખો લોકોને મોતને ઘાટ ઊતારવામાં આવ્યા. પાંચ લાખ કાશ્મીરી પંડિતોને રાજયમાંથી ભગાડી મૂકવામાં આવ્યા. કોંગ્રેસની જ અને સમાજવાદી, ડાબેરી પક્ષોના અધ્યક્ષસ્થાને આ ખૂની ખેલ રચાતાં રહ્યાં. અરે, ભારતના સૈનિકોની હેલમેટો પર કાશ્મીરી યુવાનો ટપલી દાવ રમતા હતા. હિન્દુઓની કત્લેઆમ કોંગ્રેસને વાજબી લાગતી હતી. અજમેરની દરગાહના ચિસ્તીઓએ એક હલકટ ષડયંત્ર રચીને 500 (પાંચસો) જેટલી હિન્દુ કુંવારી કન્યાઓને સેકસ ગુલામ બનાવી તે પ્રકરણ કોંગ્રેસની રાજ સરકારે સિફતપૂર્વક દબાવી દીધું હતું, જેથી મુસ્લિમ ચિસ્તીઓ અને તેના પગલે કોંગ્રેસ બદનામ ન થાય. એ છૂટા રખાયેલા કાશ્મીરને હવે ભાજપ સરકારે ભારત સાથે મજબૂતીથી જોડી દીધું છે. કોંગ્રેસમાં સોનિયા દિગ્દર્શિત અને મનમોહન અભિનિત સરકારના સમયમાં નવી દિલ્હીમાં પાકિસ્તાનના રાજદૂતાવાસ ખાતે કાશ્મીરના ત્રાસવાદી અલગતાવાદીઓ અને પાકિસ્તાનના નેતાઓની મિટિંગ વારંવાર યોજાતી હતી. શું કોંગ્રેસીઓ અને તેના નેતાઓમાં શરમનો છાંટો ન હતો? કોઇ નાનો મોટો દેશ આવી વાત ચલાવી લે ખરો? પણ સોનિયા ગાંધીને આ દેશમાં કોઇક જુદા જ પ્રકારનો રસ હતો અને છે. મોદી સરકારે હવે એ બધા અનિષ્ટોને દૂર કર્યા છે. કોંગ્રેસે આ દેશમાં અલગતાવાદના, ટંટા, ફિસાદ, પાકિસ્તાન પરસ્તીના બીજ રોપ્યાં હતાં. દેશની છાતી પર ઊઝરડા પડયા હતા તે બધાનો ઇલાજ થઇ ચૂકયો છે અને થઇ રહ્યો છે. હવે દેશ વધુ મકકમપણે જેાડાયો છે. ત્યારે અગાઉ તોડવા માટે દેશની પાછળ આદુ ખાઇને મંડી પડેલા લોકો હવે દેશને જોડવા નીકળ્યા છે. શરમનો છાંટો બચ્યો નથી.

કોંગ્રેસના નેતાઓના હલકા નિજી સ્વાર્થને કારણે ભારતનું વિભાજન થયું. એ સમયે ગાંધીએ હિન્દુઓને પ્રખાડવા માટે કોઇ પ્રયત્નમાં કચાશ રાખી ન હતી. 1969માં ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે મનહૂસ દંગાઓ થયા. મહિનાઓ સુધી ચાલ્યા. હજારો લોકો માર્યા ગયા હતા. મુંબઇમાં 1984-85માં દંગાઓ થયા. 1972માં થયા. દેશ પર ભયંકર ત્રાસવાદી કાવતરાં અને હૂમલાઓ કોંગ્રેસ શાસનમાં થયા. એકલા મુંબઇમાં હજારથી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા. ઇન્દિરાની હત્યા બાદ કોંગ્રેસીઓએ દિલ્હીમાં ત્રણ હજારથી વધુ શિખ નાગરિકોને મારી નાખ્યા. દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પોલીસના હાથે એક મુસ્લિમ આતંકવાદી માર્યો ગયો ત્યારે સોનિયા ગાંધીએ હૈયાફાટ રૂદન કર્યું હતું એમ દિગ્વિજયે કહ્યું હતું.

યદૂહી ફિલ્મના ડાયલોગ જેવી વાત હતી. હિન્દુઓનું ખૂન ખૂન નહીં. રોમથી પધારેલા મેડમે એક હિન્દુ માટે કયારેય આંસુ વહાવ્યું ન હતું. મેડમના રાજવી ઘરાનાના સોનેરી નટક્રેક ચમચા દિગ્વિજયે તો એવો બકવાસ ચાલુ કર્યો કે મુંબઇ પરના ૨૬/૧૧ ના હુમલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કરાવ્યા હતા. કસાબ અને બીજા ડઝનબંધ પાકિસ્તાનીઓને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે કેટલાક સંધીઓ અને સાધુ – સાધ્વીઓને બોમ્બ વિસ્ફોટના આરોપમાં ખોટા ફીટ કરી દીધા હતા. સેફ્રન ટેરરની થિયરી સાબિત કરવા વાસ્તે. શું એ બધી પ્રવૃત્તિઓ રાહુલ અને કોંગ્રેસ દેશને જોડવા માટે કરી રહી હતી? અને હવે એ પ્રવૃત્તિઓ બંધ પડી ગઈ એટલે શું દેશ તૂટી ગયો.

રાહુલ ગાંધી ખરેખર ભેજાગેપ છે. એ કયારેક કશુંક બોલવાની શરૂઆત કરે તે અગાઉ અરધું ખુલ્લું રહી જતું મોઢું અને મોઢા પર ઉપસી આવતા મશ્કરા જેવા હાવભાવ જ બતાવે છે કે નીરોની પ્રજાના ડીએનએ (ખરેખર ધરાવે છે) ધરાવતો આ જણ વરસો અગાઉ પૂર્વજન્મમાં ઇટલીમાં (રોમમાં) નીરો રહ્યો હોય તે શકય છે. રાજકુમારને કોંગ્રેસ અનેદેશ વચ્ચેનો ફરક સમજાતો નથી. દેશ મજબૂત બન્યો છે અને કોંગ્રેસ નબળી પડી છે. પણ કોંગ્રેસ નબળી પડી છે એટલે આ હોંચી…. હોંચી….. ને લાગે છે કે દેશ જુદો પડી ગયો છે. અરે પ્રથમ તો પપ્પાના નાનાએ ગુમાવેલા પાકિસ્તાન – અધીન કાશ્મીર માટે તો કયારેક કશુંક બોલ. એ ન થાય તો 370 રદ કરી છે તેનો વિરોધ બંધ કર.

તમારા કોંગ્રેસીઓના વાણી વર્તન પરથી તો લાગે છે કે દેશ મજબૂત થાય તેની સામે જ તમને વાંધો છે. તમારી નાની સમયમાં આસામમાં બે હજારથી વધુ લોકોને 1981ની આસપાસ મારી નાખવામાં આવ્યા હતા. અને ગુનેગારો સામે કોઇ કામ લીધું ન હતું. આસામને એવી કગાર પર પહોંચાડાયું હતું જેમાં એ મુસ્લિમ બાહુલ બનીને ભારતથી અલગ થાય એવી સ્થિતિમાં મૂકાયું હતું. કોંગ્રેસના શાસનમાં પૂર્વોત્તરના કોઇ રાજયોમાં શાંતિ ન હતી અને મોટા ભાગના ભારતથી અલગ થવા માટે હિંસક લડાઇઓ લડી રહ્યા નથી. હવે એ સ્થિતિ રહી નથી.

બધા રાજયો ભારત સાથે સમરસ થઇને જીવી રહ્યા છે. તેઓને ચીન આર્થિક મદદ આપીને ઉશ્કેરી રહ્યું છે તો પણ ત્યાં સંપૂર્ણ શાંતિ છે. તમારા પપ્પાના નાનાએ તોઆખુ અક્ષય ચીન પેલા ચીનને આપી દીધું. ને હજી ચીન પાસે છે. તેમાં ભારત તૂંટયું કે ઝૂટયું? અને વારૂ, તમે રાત્રિના અંધારામાં સહકુટુંબ ચીનના રાજદૂતાવાસમાં કયું કાવતરું ઘડવા ગયા હતા? કોંગ્રેસ પક્ષે ચીનની સરકાર સાથે એગ્રિમેન્ટ કર્યું છે? કર્યું હોય તો તેમાં શું છે? એક રાજકીય પક્ષ બીજા દુશ્મન કે દોસ્ત દેશની સરકાર સાથે કોઇ કરાર શી રીતે કરી શકે?

આ એક મોટો અપરાધ ગણાવો જોઇએ અને નરેન્દ્ર મોદી સરકારની એ ફરજ બને છે કે દેશ હિતમાં આ એગ્રીમેન્ટની વિગતો જાહેર કરવાની ફરજ પાડવી જોઇએ? જે રીતે કોંગ્રેસનો ગાંડો મણિશંકર અય્યર નરેન્દ્ર મોદીની સરકારને હટાવવાની વિનંતી અને ગુહાર સાથે ઇસ્લામાબાદ, પાકિસ્તાનના દરબારમાં મુજરા સાથે હાજર થયા હતા. શું રાહુલે પણ પોતાની સરકાર આણવા ચીન સાથે કોઇ કરાર નથી કર્યો ને? ખુદ રાહુલ ગાંધી પણ આ બાબતમાં ફોડ પાડતાં નથી. એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન અને ચીને ભારતને તોડવા માટે વારંવાર યુદ્ધો કર્યાં છે.

આતંકી હૂમલાઓ કરાવ્યા છે. તેઓએ રાહુલ અને કોંગ્રેસ સાથે ભારતને જોડવાના અને વધુ મજબૂત બનાવવાના કરારો તો નહીં જ કર્યા હોય! અને પેલો મણિશંકર લબાડ. એક વખત દિલ્હીમાં એક ખાનગી સમારંભમાં બોલ્યો કે, ‘મુલાયમ સિંહની માતા એક રાત્રે મારા પિતા પાસે આવી હતી તેથી મારું અને મુલાયમનું મોં મળતું આવે છે. અમે એક બાપના સંતાન.’ એ સાંભળ્યા બાદ સમાજવાદી પક્ષના કાર્યકરોએ મણિશંકરે રાડો પાડી એટલો માર એ સમારંભમાં જ ચખાડયો.

આવા છે કોંગ્રેસના નેતા જે મણિશંકર કાશ્મીરમાં ત્રાસવાદીઓની હકુમત જળવાય રહે તે માટે સદાસર્વદા પ્રયત્નશીલ રહેતો હતો. હવે એ જ શયતાનો બાઇબલ ટાંકવા માંડયા છે અને કેવિઆરની વાનગીઓ ખાતા ખાતા જનોઇ ધારણ કરવા માંડયા છે. યુરોપની સ્ટ્રજન જેવી અમુક માછલીઓને કાપીને તેમના શરીરમાંથી નાનકડા બોર જેવડાં કાળાં ઇંડાઓ કાઢી લેવાય છે જે કેવિઆર કહેવાય. ગાંધી ભારદ્વાજ જનોઇધારી કુટુંબની આ માનીતી વાનગી છે. ખૂબ ખૂબ મોંઘી મળે. ઇટલીમાં સરસ મળે.

પદયાત્રામાં રાહુલ ગાંધી 41થી 42 હજારની રૂપિયાની કિંમતનું બરબેરી ટી શર્ટ પહેરે છે. રૂપિયા વીસ હજારની જોડી મળતા જપાનની એસિકસ કંપનીના જોડા પહેરે છે. રાહુલ માટે આ પ્રકારનો દિવસનો લાખ બે લાખનો પોકેટમની ખર્ચ કશું જ નથી. ભારતમાં મોટી મોટી ગાડીઓના કાફલામાં ફરવું, વારંવાર વિદેશોમાં જવું, બિઝનેસ અથવા વીઆઇપી કલાસમાં મુસાફરી કરવી. ફાઇવ કે સેવન સ્ટાર હોટેલ કે રિસોર્ટસમાં ઊતરવું. સાથેના સગાવહાલા માટે ખર્ચ કરવો. બીજી અનેક લકઝુરિયસ ભોગવવી એ બધું લૂંટની દૌલત છૂપી રાખવાનું કામ છે અને દલિત કલાવતીના ઘરે એક રાત રોકાવું તે દાનની ચર્ચા ઘરે ઘરે પહોંચાડવાની મિડિયાની પવિત્ર ફરજ ગણાતી હતી. દેશના સૌથી પ્રસિધ્ધ સાપ્તાહિકે રાહુલ ગાંધીને નવી આશા ગણાવીને લગભગ વીસેક વખત કવર સ્ટોરીઓ છાપી છે. એક એક અંકમાં કયારેક પંદરથી વીસ પાનાં ફાળવ્યા છે પણ દરેક વખતે એ સામયિકને રાહુલે ખોટું પાડયું છે અથવા એ સાપ્તાહિક જાણી જોઇને તેમ કરતું હતું. એ રાહુલના હાલના કાફલામાં કહે છે કે ૨૫૦ થી વધુ લકઝરી કન્ટેનરો જોડવામાં આવ્ય છે.

એક એક કન્ટેનરમાં એક મોટા ફલેટમાં હોય એવી બધી સગવડતાઓ છે. એકરન્ડીશન્ડ ફર્નિચર, બાથરૂમો વગેરે ધરાવતા કન્ટેનરો 50 દિવસ રાત્રે અને દિવસે ભારે ખર્ચ કરાવશે. તેનો સરવાળો માંડો તો કરોડો અને અબજો રૂપિયામાં થશે. કહે છે કે રાહુલ ગાંધી પદયાત્રા તો ઓછી કરશે અને ઠંડાગાર હરતા ફરતા મહેલમાં બીજા નેતાઓ સાથે ચર્ચા વિચારણાઓ કરશે. પંચાવન વરસની ઉંમરે આવી મોગલાઇ સવારી કાઝવી પડે અને છતાં ભારત ન સમજાય તે આ નેતાઓની બલિહારી છે. એક અમેઠીના મતદારોને જોડી શકયા નથી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચન્ની કયાં ગાયબ થઇ ગયા છે તે જાણતા નથી એવા રાહુલ ગરીબ દેશને વૈભવી કપડાં પહેરીને જોડવા નીકળ્યા છે કે પછી દેશમાં કેટવોક અથવા રેમ્પવોક કરવા નીકળ્યા છે એ તો એમનું માનસ જાણે. પણ જો મોદી સરકારને સૂટ બૂટની સરકાર ગણાવતા હોય તો એક સૂટ કરતા પણ મોંઘા ટીશર્ટની ચર્ચા તો થવાની જ છે. તેને કોંગ્રેસ ભાજપની નાદારી ગણાવે તો કોંગ્રેસે તો કશું ગુમાવાનું છે જ નહીં. જેની પાસે કશુંક હોય એ ગુમાવે.

Most Popular

To Top