Comments

ધિકકાર અને ભ્રમણા: હિંદુત્વની દેણ

પોતાના પ્રદેશમાં વંશીય સંઘર્ષ વિશે ૧૯૮૦ ના દાયકામાં લખતાં શ્રીલંકાના નૃવંશશાસ્ત્રી એસ.જે. તાંબિયાહે સિંહાલીઓને ‘લઘુમતીની ગ્રંથિ ધરાવતી બહુમતી’ ગણાવ્યાં હતાં. શ્રીલંકાની કુલ વસ્તીમાંથી સિંહાલીઓની વસ્તી ૭૦% થી વધુ છે અને તેમનું દેશના રાજકારણ, વહીવટ અને સૈન્યમાં વર્ચસ્વ છે અને તેમનો ધર્મ-બૌધ્ધ દેશનો સત્તાવાર ધર્મ છે અને તેમની ભાષા સિંહાલી અન્ય ભાષાઓ કરતાં વધુ સત્તાવાર દરજજો ભોગવે છે અને છતાં સિંહાલીઓમાં એક લાગણી ઘર કરી ગઇ છે કે તેમને ભોગ બનાવવામાં આવે છે. તેમને લઘુમતી તામિળોનો ડર લાગે છે અને તેઓ ફરિયાદ કરે છે કે તામિળો વધુ સારી રીતે શિક્ષિત છે કારણ કે શ્રીલંકા જયારે બ્રિટીશ સંસ્થાનવાદી શાસન હેઠળ હતું ત્યારે તેઓ પોતાનો કકકો ખરો કરતાં હતાં કારણ કે તેમને શ્રીલંકા કરતાં લશ્કરી દૃષ્ટિએ વધુ શકિતશાળી અને ખૂબ વિશાળતર દેશ ભારતનો ટેકો હતો અને તામિળોની આક્રમકતાને કાબૂમાં નહીં લેવામાં આવે તો તામિળ સિંહાલીઓના એક માત્ર વતન પર સિંહાલીઓ પણ ચડી બેસશે.

હું જયારે ઉદુપી નગરમાં કેટલાંક નાગરિકો અને મંજાવર મઠના સ્વામી વચ્ચેની બેઠકનો હેવાલ એક અખબારમાં વાંચતો હતો ત્યારે મને તાંબિયારની વાત યાદ આવી ગઇ. ઉદુપી નગર અને જિલ્લો કટ્ટરપંથી હિંદુત્વ માટે કર્ણાટકમાં પ્રયોગશાળા તરીકે ઉપસ્યો છે. આ એ જ નગર છે જેની ભારતીય જનતા પક્ષના એક ધારાસભ્યના પ્રોત્સાહનવાળી કોલેજે હિજાબ પર પ્રતિબંધ મૂકયો છે. આને કારણે રાજયવ્યાપી અન્યાય દેશવ્યાપી બની ગયો અને કોમી શાંતિને જફા પહોંચાડે છે. પંજાબમઠ આઠ ધાર્મિક સંસ્થાઓમાંથી એક છે, જે ઉડુપીના ભકતોથી ઉભરાતા કૃષ્ણ મંદિરનું સંચાલન કરે છે.

હિજાબ પર પ્રતિબંધ મૂકી ઘણી યુવતીઓને તેમના શિક્ષણના અધિકારનો ઇન્કાર કરી ઉડુપીના કટ્ટરપંથી હિંદુઓએ મંદિરો સાથે સંકળાયેલા એવા અને ઉત્સવોમાં મુસલમાન દુકાનદારો પર પ્રતિબંધ મૂકયો છે. અલબત્ત તેમણે ઘણાં વર્ષો સુધી આ પ્રતિબંધ અગાઉ મૂકયો હતો, જેમાં તમામ ધર્મના ગ્રાહકોને ફાયદો થયો હતો કે કોઇને નહીં? તેમને ખબર હતી કે તેમને રાજય સરકાર કે અદાલત તરફથી કોઇ દાદ મળશે નહીં. તેથી કેટલાંક મુસલમાનો સહિતના નાગરિકોના એક જૂથે પેજાવર મઠના અધ્યક્ષને કહ્યું કે મુસલમાન વેપારીઓ પરના પ્રતિબંધ સામે કંઇક પગલાં ભરો અને કોમી સંવાદિતા માટે કંઇક કરો. સ્વામીએ તેમને કહ્યું કે હિંદુ સમાજે ભૂતકાળમાં ખૂબ સહન કર્યું છે. અખબારી હેવાલ પ્રમાણે સ્વામીએ કહ્યું હતું કે કોઇ જૂથ કે વિભાગ સતત અન્યાયનો સામનો કરે ત્યારે તેની હતાશા અને આક્રોશ બહાર આવે જ. હિંદુ સમાજ હવે અન્યાયથી ધરાઇ
ગયો છે.

સ્વામીએ ઇતિહાસને યાદ કરી વાત કરીને દાવો કર્યો હતો કે હિંદુ સમાજે ભૂતકાળમાં ઘણું સહન કર્યું છે. મને લાગે છે કે તેમનો સંદર્ભ મુસ્લિમ રાજાઓ સાથે હશે, જેમણે મધ્ય યુગમાં અત્યારના ભારત પર રાજ કર્યું હતું. આવા સંદર્ભે હિંદુત્વનો વાણી વિલાસ છે અને તાજેતરમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાને કર્યો હતો પણ લખનૌ કે ઉડુપીમાં ૨૦૨૨ માં રહેતા શ્રમજીવી મુસલમાનોને ભૂતકાળના મુસલમાન શાસકો સાથે લગીરે સંબંધ નહીં હોય છતાં એ જ ધર્મનું પાલન કરવાના અકસ્માતને તેમને ડરાવવા કે શરમાવવા ઉપયોગ થાય છે. મોટા ભાગે ટીપુ સુલતાને સદીઓ પહેલાં કંઇ કર્યું હોય કે નહીં કર્યું હોય, પણ તેને માટે આજે ભારતીય મુસલમાનોને અપરાધની લાગણી કરવાની રસમ છે. મેજાવરના સ્વામીએ કહ્યે રાખ્યું કે હિંદુઓ અન્યાયનો સામનો કરી રહ્યા છે. કોના તરફથી? કેવી રીતે?

   વસ્તીની દૃષ્ટિએ હિંદુઓની ભારતમાં બહુમતી છે. શ્રીલંકામાં સિંહાલીઓનું વર્ચસ્વ છે તેના કરતાં ભારતમાં હિંદુઓનું વર્ચસ્વ છે. વહીવટી તંત્ર અને રાજકીય પ્રક્રિયામાં હિંદુઓનું વર્ચસ્વ લગભગ સંપૂર્ણ છે. કર્ણાટકમાં મુસલમાનો, રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે શકિત વગરના છે. ધારાસભા, મુલ્કી સેવાઓ અને પોલીસ તંત્રમાં તેમજ ન્યાયતંત્રમાં અને ધંધા-ધાપામાં તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે. તે ઉપરાંત હિંદુત્વવાદી પક્ષ રાજય અને દેશમાં સત્તા પર છે. છતાં પેજાવરના સ્વામી હિંદુઓ અન્યાયનો ભેદભાવનો ભોગ બન્યા હોવાની રજૂઆત કરે? આપણે જાણીએ છીએ કે આપણે લઘુમતીની લાગણી સાથે બહુમતીમાં છીએ.

હિંદુત્વ ભયમાં છે એવી લાગણીવાળા હિંદુઓ બહુમતીમાં આવતા જાય છે. તેમને ભ્રમણા અને પજવણીની લાગણી આભડી ગઇ છે. પોતાની સંખ્યાના બળે તેઓ નિર્દયપણે પોતાની ઇચ્છા એ લોકો પર રાજયના પોતાના નિયંત્રણમાં લાદી રહ્યા છે, જેઓ હિંદુ નથી તેમનો વહીવટી તંત્ર પર પણ કાબૂ છે, પ્રસાર માધ્યમો પર પણ કાબૂ છે અને આંશિક રીતે ન્યાય તંત્ર પર પણ. હિજાબ, હલાલ, માંસ અને આઝાન પર પ્રતિબંધનો મામલો તેના છેલ્લામાં છેલ્લા દાખલા છે. ભારતનાં મુસલમાનો પર હિંદુત્વના હુમલાના આંતરિક રીતે સંકળાયેલા ન હોવા છતાં બે સ્પષ્ટ પરિમાણ છે. (૧) દલિતો અને અન્ય પછાત વર્ગોને હિંદુ મતબેંકમાં લઇ હિંદુમત બેંક રચવાનું રાજકીય પરિમાણ છે. મોટા ભાગનાં રાજયોમાં ૮૦% મતદારો હિંદુઓ છે તેમાંથી ૬૦% ના મત ભારતીય જનતા પક્ષને મળે તો હેતુ પાર પડે. (૨) હિંદુત્વનો લઘુમતી પર વૈચારિક હુમલો જેમાં હિંદુઓ બધી રીતે ચડિયાતાં હોવાનું અને ભારતીય મુસલમાનો અને કેટલેક અંશે ખ્રિસ્તીએ બિનઅધિકૃત અને બિનભરોસાપાત્ર હોવાનું ઠોકી બેસાડાય છે. મુસ્લિમો પર તેમનાં કપડાં, રિવાજો, ખોરાક વગેરેનાં મહેણાં સતત મારવામાં આવે છે.

તાજેતરમાં માયસુરમાં બહાદુર અને અતિ પ્રશસ્ય કન્નડ લેખક દેવાનુર મહાદેવાએ હિંદુત્વના વાદીઓના પ્રતિબંધ છતાં હલાલ માંસ ખરીદ્યું કે ધિકકાર જમણેરીઓનું શકિતદાયક પીણું છે. હિંદુત્વની અસર હેઠળ હિંદુઓ ડરામણી રીતે અસલામતી અને મુસલમાનો પ્રત્યે ટૂંકા ગાળામાં અવિચારી ધિકકાર રાખતા થઇ ગયા છે અને વૈચારિક રીતે તેમને લાંબા ગાળે ઇજા પહોંચાડે છે. શ્રીલંકા, ભારત અને પાકિસ્તાન ત્રણે દેશોમાં થોડા ફેરફાર સાથે પરિસ્થિતિ એક સમાન છે. શાંતિ અને સમૃધ્ધિ માટે ધિકકાર અને ભ્રમણાનું શરણું લેવાનો માર્ગ નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top