National

હરિયાણા: પોલીસ અને ગ્રામજનો વચ્ચે અથડામણ, લાઠીચાર્જમાં એક ખેડૂતનું મોત

હરિયાણા: હરિયાણાના (Hariyana) હિસાર જિલ્લાના ખેદરમાં ગ્રામજનો અને પોલીસ (Police) વચ્ચેની અથડામણમાં એક ખેડૂતનું (Farmer) મોત (Death) થયું છે. પોલીસકર્મીઓ સહિત અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાની જાણકારી પણ મળી આવી છે. પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરીને ભીડને વિખેરી નાખી હતી. અથડામણમાં દેખાવકારો અને પોલીસ બંનેને ઈજા થઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ હરિયાણામાં ખેદર પાવર પ્લાન્ટ સામે 86 દિવસથી ગ્રામજનો ધરણાં કાર્યક્રમ કરી રહ્યા હતા. આજે આ અંગે ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂત નેતા ગુરનામ સિંહ ચદુની સહિત અનેક ખેડૂત આગેવાનો પણ પહોંચ્યા હતા. જે દરમ્યાન થર્મલના રેલવે ટ્રેકને જામ કરવા જતા ગ્રામજનોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ગ્રામજનો બેરીકેટ તોડીને આગળ વધવાને લઈને વિવાદ સર્જાયો હતો.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ દરમ્યાન ગ્રામજનો બેરીકેટ તોડીને આગળ વધવાને લઈને વિવાદ સર્જાયો હતો. વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. તેમ છતાં ઘર્ષણ વઘુ ઉગ્ર સ્વરૂપ ઘારણ કરી રહ્યું હતું જેના કારણે પોલીસે પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. આ અથડામણમાં કેટલાક દેખાવકારો અને પોલીસને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ ડીસી ડો.પ્રિયંકા સોની અને એસપી લોકેન્દ્ર સિંહને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આંદોલનના 42માં દિવસે પણ ઘર્ષણ થયું હતું
આંદોલનના 42માં દિવસે પણ ઘર્ષણ થયું હતું. આ દિવસે પણ પોલીસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે રોષે ભરાયેલા લોકો પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસની ઝપાઝપીમાં છ લોકો ઘાયલ થયા હતા. જેમાં એક મહિલા સહિત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગામલોકો ખેદરમાં રાજીવ ગાંધી થર્મલ પાવર પ્લાન્ટને તાળું મારવા જઈ રહ્યા હતા ત્યારે અથડામણ થઈ હતી.

આ છે સમગ્ર વિવાદ
ગૌશાળા સંઘર્ષ સમિતિના સભ્યો અસ્થી ઉપાડવા માટે થર્મલ પ્લાન્ટનું સંચાલન ગ્રામજનોને આપવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે આ કામ ગૌશાળાના ખર્ચને આવરી લે છે. પ્લાન્ટ મેનેજમેન્ટે રાખ ઉપાડવાનું કામ અન્ય કોઈને સોંપીને ગૌશાળાની વ્યવસ્થા પર તરાપ મારી છે. આ મામલે જ્યાં સુધી સમિતિની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

Most Popular

To Top