SURAT

જીમમાં સંપર્કમાં આવેલા યુવાને બિભત્સ વીડિયો ઉતારી મહિલા તબીબને હવસનો શિકાર બનાવી

સુરત : જહાંગીરપુરા ખાતે રહેતી 32 વર્ષીય મહિલા તબીબ સાથે જીમમાં (Gym) સંપર્કમાં આવેલા 22 વર્ષના યુવકે મોબાઈલમાં બિભત્સ ફોટો (Photo) અને વીડિયો (Video) ઉતારી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. યુવકે વીડિયો અને ફોટો પતિને બતાવવાની ધમકી આપી બીજી વખત પણ દુષ્કર્મ આચરતા મહિલા તબીબે જહાંગીરપુરા પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.

જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે રહેતી 32 વર્ષીય પ્રાચી (નામ બદલ્યું છે) વ્યવસાયે તબીબ છે. પ્રાચીબેન જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા એક જીમમાં જતા હતા. ગત ઓક્ટોબર 2020માં જીમમાં પ્રાચીની મુલાકાત ઋષિકેશ ઉર્ફે રિષી બળવંત સોલંકી (રહે, જુની જજીસ કોલોની રામનગર સરકારી વસાહત રાંદેર) સાથે થઈ હતી. ઋષિકેશે જીમમાં પ્રાચીબેનનો મોબાઈલ નંબર મેળવી ફોન પર વાતો કરતો હતો. એક મહિના બાદ નવેમ્બર મહિનામાં ઋષિકેશ પ્રાચીના ઘરે ગયો હતો. અને પ્રાચીને તેના પતિ અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળજબરી કરી હતી. તે વખતે પ્રાચી સાથે બિભત્સ ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા. બાદમાં આ વીડિયો તથા ફોટા પ્રાચીના પતિને બતાવી દઈશ તેવી ધાક ધમકી આપી બીજી વખત દુષ્કર્મ આચર્યું હતું. તે પછી પ્રાચીએ તેની સાથેના તમામ સંબંધ કાપી નાખ્યા હતા. જેથી યુવક એક વર્ષથી અવાર નવાર ફોન કરી તેમજ પ્રાચી ક્લીનીક જાય ત્યારે પીછો કરી જાહેરમાં ગાળો આપી ધમકી આપતો હતો. દરમિયાન વચ્ચે પ્રાચીએ પોલીસમાં અરજી કરતા યુવકે માફી માંગી લેતા સમાધાન થઈ ગયું હતું. પરંતુ ત્યારપછી પણ તેને પ્રાચીની હેરાનગતિ ચાલુ રાખતા અંતે કંટાળીને પ્રાચીએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઋષિકેશ સોલંકીની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઋષિકેશની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે. ઋષિકેશની માતા જિલ્લા રજીસ્ટાર કચેરીમાં નોકરી કરે છે. આરોપી પોતે કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે.

Most Popular

To Top