National

જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે બન્યો રાજકીય અખાડો: ઓવૈસી અને કેશવ પ્રસાદ મોર્ય સામસામે

વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી(Gnanavapi) મસ્જિદ(Mosque) સંકુલના સર્વે(Survey) દરમિયાન સોમવારનાં રોજ શિવલિંગ મળ્યા હોવાના હિંદુ પક્ષે કરેલા દાવા મામલે રાજકારણ શરુ થઇ ગયું છે. હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો હતો કે શિવલિંગ(Shivling) જ્ઞાનવાપી સંકુલમાં મળી આવ્યું હતું. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. અરજી પર કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને આ જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો હતો. જેના બાદ રાજકીય ગરમાવો આવ્યો છે.

શિવલિંગ મળવાનાં દાવા મામલે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કર્યું હતું જેમાં તેઓએ કહ્યું કે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર જ્ઞાનવાપીમાં બાબા મહાદેવના પ્રાગટ્યએ દેશની સનાતન હિન્દુ પરંપરાને પૌરાણિક સંદેશ આપ્યો છે. આગળ લખ્યું છે કે તમે સત્ય ગમે તેટલું છુપાવો, પરંતુ એક દિવસ તે સામે આવે છે કારણ કે સત્ય શિવ છે.

દેશના દરેક શિવ ભક્ત ખુશ છે: કેશવ પ્રસાદ મોર્ય
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શિવભક્ત હોવાના કારણે જ્ઞાનવાપીમાં શિવલિંગ મળવાની માહિતીથી હું ખૂબ જ ખુશ છું. દેશનો દરેક શિવભક્ત ખુશ છે. નંદીજી સદીઓથી રાહ જોઈ રહ્યા હતા કે મારા નિર્દોષ બાબા મને કયારે મળશે અને હવે મળી ગયા. કમિશનર નામદાર કોર્ટના આદેશથી ત્યાં ગયા હતા. સર્વે કરવામાં આવ્યો અને શિવલિંગ મેળવવાની વાત થઈ. તેમણે કહ્યું કે આ ખુશીનો પ્રસંગ છે અને ભવિષ્યમાં કોર્ટ જે પણ આદેશ આપશે તે તેઓ આવકારશે.

જ્ઞાનવાપી મસ્જિદ હતી, અને કયામત સુધી રહેશે: ઓવૈસી
બીજી તરફ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વળતો જવાબ આપતા કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ હતી, અને કયામત સુધી રહેશે, ઇન્શાઅલ્લાહ.

‘ભાજપને ભગવાન માત્ર મસ્જિદમાં જ મળે છે’: મહેબૂબા મુફ્તી
અહીં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તેને ભ્રમિત કરવાની રાજનીતિ ગણાવી છે. કહ્યું કે એવું બની શકે કે તેમને મસ્જિદમાં જ ભગવાન મળે. વધુમાં પ્રશ્ન પૂછતા કે જાણકારો મસ્જિદની પાછળ પડેલા છે, શું આ પછી બધું બંધ થઈ જશે? તેમણે કહ્યું કે અહીં વાતાવરણ બદલવાની જરૂર છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું કે આ દિવસે સ્વર્ગમાં બેઠેલા સીતારામ ગોયલ અને રામસ્વરૂપ જી હસતા હશે. સર્વત્ર શિવ. અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રનંદે કહ્યું છે કે શિવલિંગની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થવી જોઈએ અને તેને કોઈ સ્પર્શ કરી શકે નહીં.

મામલો કોર્ટમાં પહોંચ્યો
જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં શિવલિંગ મળવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સોમવારે સર્વે બાદ શિવલિંગને સુરક્ષિત રાખવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે. આના પર વારાણસી કોર્ટે વારાણસીના ડીએમને તાત્કાલિક અસરથી જ્યાં શિવલિંગ મળ્યું હતું તેને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. સીલ કરેલી જગ્યાએ કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે પ્રતિબંધિત સ્થળની સુરક્ષા અને જાળવણીની સંપૂર્ણ વ્યક્તિગત જવાબદારી વારાણસીના ડીએમ, પોલીસ કમિશનર અને સીઆરપીએફ કમાન્ડન્ટની રહેશે.

Most Popular

To Top