Gujarat Main

સાળંગપુર હનુમાનજી મંદિરે હોળી પર્વે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે

અમદાવાદ: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આ 25 માર્ચે એટલે કે, ધુળેટીના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે.

  • સપ્તધનુષ્યના રંગની થિમ ઉપર સાત કલરના 51,000 કિલો રંગોનો ઉપયોગ કરાશે
  • મંદિર પરિસરમાં 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થિમ ઉપર ‘કલર બ્લાસ્ટ’ કરાશે

આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. શ્રી સાળંગપુર ધામમાં યોજાઇ રહેલા ગુજરાતના સૌથી મોટા હોળીના ભવ્ય મહોત્સવમાં હરિપ્રકાશદાસ સ્વામીની પ્રેરણાથી સપ્તધનુષ્યના રંગની થિમ ઉપર સાત કલરના ૫૧,૦૦૦ કિલો રંગોનો ભવ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે.

દિવ્ય રંગોત્સવ માટે સાત પ્રકારના સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે અને એકદમ નેચરલ પાઉડર કલર ઉપયોગ કરવામાં આવશે. જેની આપણા શરીર પર કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં પડે. ખાસ કરીને આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે નાસિક ઢોલનો 60 ઢોલીઓનો સેટ ઢોલના તાલે હજારો લોકોને નચાવશે અને ધબધબાટી બોલાવશે.

આ રંગોત્સવમાં મંદિર પરિસરમાં 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થિમ ઉપર કલર બ્લાસ્ટ કરવામાં આવશે. અને એ લગભગ 60થી 70 ફૂટ જેટલા ઊંચા જશે અને મંદિર પ્રાંગણમાં રહેલા તમામ ભક્તો પર એ બ્લાસ્ટ દ્વારા કલર ઉડાડી હોળીનું ભવ્ય સેલિબ્રેશન કરાશે. દાદાના આ ભવ્ય રંગોત્સવમાં સ્વામીના માર્ગદર્શન હેઠળ લગભગ ૧૦,૦૦૦ કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવશે.

હોળી (પૂર્ણિમા)ના પરમ પવિત્ર પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને ડેકોરેશન કરવામાં આવશે અને મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે ડેકોરેટ કરવામાં આવશે. ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવા વર્ગ, બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે સંતો હોળી સેલિબ્રેશન માટે પધારશે.

Most Popular

To Top