Dakshin Gujarat Main

ડ્રોન પાયલોટ બનેલી ભરૂચના ખેડૂતની દીકરીનો વીડિયો વડાપ્રધાન મોદીએ શેર કર્યો

ભરૂચ(Bharuch) : ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિકાસ સાથે કૃષિક્ષેત્રે પ્રગતિના પંથે છે. ખેતી એ રૂઢિગત પરંપરામાંથી નીકળીને પ્રયોગશીલ તરફ કદમ મિલાવી રહી છે. ભારત (India) સરકારના (Government) નમો ડ્રોન દીદી પ્રોજેક્ટ (Namo Drone Didi Project) માટે ભરૂચ જિલ્લાના સીમલીયા ગામે પટેલ પરિવારની પુત્રવધુએ કઠોર પરિશ્રમ થકી રસ્તો સરળ બનાવી દેવાનું સૂત્ર સાર્થક કર્યું છે.

  • કૃષ્ણા પટેલની બાળપણથી વિમાન ઉડાડવાની ઈચ્છા હતી, પણ હવે આંગળીઓના ટેરવે ઉડાવે છે 5 લાખનું ડ્રોન : કૃષ્ણા પટેલેએ અમદાવાદમાં ડ્રોનની તાલીમ લીધી: ખેતરોમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરે છે, ખેડૂતોને ફાયદો

મૂળ હલદરવા પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલને સપનું વિમાન ઉડાડવાનું હતું પરંતુ તે શક્ય ન થતા હવે કૃષ્ણા પટેલ ડ્રોન ઉડાવીને ખેતરમાં દવાનો છંટકાવ કરી રહી છે. વિશેષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા X પર કૃષ્ણા પટેલનો વિડીયો શેર કર્યો છે. વડાપ્રધાને કૃષ્ણાની સિદ્ધીને બિરદાવી છે. કૃષ્ણા પટેલ ભલે પાયલોટ બનીને વિમાન ઉડાડવાની ઈચ્છા અધુરી હોય તો પણ 5 લાખનું ડ્રોન ઉડાવી તે ડ્રોન પાયલોટ જરૂર બની છે.

કૃષ્ણાએ નમો ડ્રોન દીદી યોજના હેઠળ તાલીમ મેળવી
ઓમ સખી મંડળની કૃષ્ણાબેન પટેલ પોતે ગૃહિણી હતી. વર્ષ 2024માં સરકારની નમો ડ્રોન દીદી યોજના અમલમાં આવતા પાલેજના GNFCના ડેપો મેનેજર થકી કૃષ્ણા પટેલને જાણ થતા જ ગૃહિણીમાંથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં GNFC કંપની દ્વારા ઓનલાઈન ઈન્ટરવ્યુમાં સમગ્ર ગુજરાતમાં કૃષ્ણાબેન પટેલ સહીત 20 મહિલાઓને પસંદ કરાઈ હતી. ડ્રોન ઉડાડવા માટે અમદાવાદ ઇન્ડસ યુનિવર્સીટીમાં પ્રેક્ટીકલ તેમજ થીયરી શીખવતા ખાસ કરીને કૃષ્ણાબેન પટેલ પ્રથમ ગોલ્ડન બેંચ તરીકે ઓળખાય છે.

નમો ડ્રોન યોજનાએ મને આત્મનિર્ભર બનાવી: કૃષ્ણા પટેલ
કૃષ્ણાબેન પટેલ કહે છે કે નમો ડ્રોન યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે. હું ખેડૂત પરિવારમાંથી આવું છું. મેં મારા પિતાજી અને મારા સસરા બંનેને તાપમાં ખેતરોમાં દવા છાંટતા જોયા છે. કલાકો સુધી કામ કર્યા બાદ થાકતા જોયા છે. જો કે નમો ડ્રોન દીદી પ્રોજેક્ટથી 40થી 50 મિનીટમાં ખેતરોમાં સમય બગડ્યા વગર આરામથી દવાનો છંટકાવ થઇ જાય છે. ખાસ તો ભૂતકાળમાં દવાના કારણે ખેડૂતોને ચામડીઓ પર રોગ થતા હતા. એ હવે ડ્રોનથી ખેડૂતો ડર વિના ખેતરમાં દવા છાંટી શકશે.

અમદાવાદમાં મહિલાઓને તાલીમ અપાઈ: એ.એન. પટેલ, નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના ઈન્ચાર્જ
પાલેજના નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના ઇન્ચાર્જ એ.એન.પટેલે જણાવ્યું હતું કે, GNFCની CSR વિંગ NARDES (નારદેસ- નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી) દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાના સ્વસહાય જૂથો(SHG)માંથી પસંદ કરાયેલા 20 ગ્રામીણ મહિલાઓને DGCA (ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન) દ્વારા માન્ય “ડ્રોન પાયલોટ તાલીમ આપી છે. જેમાં ડ્રોનલેબ ટેકનોલોજીસ, અમદાવાદ દ્વારા ઇન્ડસ યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ ખાતે આ મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી.

‘ખેડૂતોનો આખો દીવસ ખેતરોમાં વીતી જતો: કૃષ્ણા પટેલના સસરા
કૃષ્ણાબેનના સસરા શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, પહેલા દવા છાંટવા માટે ખભા ઉપર પંપ લગાવીને કલાકો વિતાવીને દવા છંટકાવ રતા હતા. જોકે હાલમાં સરકારે ખુદ આજની મહિલાઓને પગભર કરવા માટે નમો દીદી યોજનાથી ડ્રોન આપી છે. જે માત્ર 40થી50 મિનીટમાં ખેતરોમાં દવા છાંટી શકાય છે.મારી પુત્રવધુએ પણ ડ્રોન ટ્રેનીંગ લઈને અન્ય ખેડૂતોને મદદરૂપ થતા જોઇને આનંદ થાય છે

Most Popular

To Top