Gujarat

રાજ્યમાં પાંચ વર્ષમાં દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનો દાવો

ગાંધીનગર: ગુજરાત (Gujarat) સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 1,50,000 જેટલા શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી (Government Job) આપવામાં આવી છે. ભારતનો બેરોજગારી દર 4.4 ટકા છે, ત્યારે ગુજરાતનો દર માત્ર 2.2 ટકા છે.

રાજ્યના બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અનુબંધન પોર્ટલ પર બેરોજગારો નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત રોજગારી વિનિમય કચેરીઓ દ્વારા જિલ્લા રોજગારી ભરતી મેળા તેમજ રોજગારલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના 10323 અને પોરબંદર જિલ્લાના 4644 નોંધાયેલા બેરોજગાર સામે જુનાગઢ જિલ્લાના 4573 અને પોરબંદર જિલ્લાના 4053 બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે.

Most Popular

To Top