Gujarat

આજીવન કેદ પર રોક લગાવવા આશારામની ગુજરાત હાઇકોર્ટમાં અરજી

ગાંધીનગર: દુષ્કર્મ કેસમાં રાજસ્થાનની (Rajasthan) જેલમાં સજા કાપી રહેલા આશારામ દ્વારા સજા પર રોક લગાવવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) અરજી કરવામાં આવી છે. દુષ્કર્મના એક કેસમાં તાજેતરમાં જ ગાંધીનગરની સેશન્સ કોર્ટ દ્વારા આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજા ઉપર રોક લગાવવા આશારામ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં આસારામની વધુ ઊંમર અને નાદુરસ્ત તબિયત સહિતના અનેક મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે. આ અંગેની સુનવણી આગામી દિવસમાં હાથ ધરાશે.

ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા દુષ્કર્મના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે, સુરતની યુવતીને આસારામના મોટેરા સ્થિત આશ્રમમાં બોલાવવામાં આવી હતી, અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ અંગે પીડિત યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આશારામ સહિત છ લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ બાદ આ કેસમાં તપાસ પૂર્ણ થતાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે બાકીનાઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ જેલમાં ગયા પછી તેમના કેસના સાક્ષી ઉપર એક પછી એક હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યા પણ કરી નાંખવામાં આવી હતી જેના કારણે કેસની ગંભીરતા વધી ગઇ હતી. તાજેતરમાં જ ગુજરાત એટીએસએ સાક્ષી ઉપર હુમલો કરવાના કેસમાં એક આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો

Most Popular

To Top